પારડીમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારંભ યોજાયો
- byDamanganga Times
- 07 September, 2026
વલસાડ, તા.૦૬ ઃ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવી હતી.
શિક્ષક દિવસ ઉજવણી અવસરે નાણામંત્રી સહિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાના ૦૪ અને તાલુકા કક્ષાના ૦૫ શ્રેષ્ઠ શિક્ષકોની સાથે જે તે શાળાના ૦૯ આચાર્યો અને છેલ્લા ત્રણ વર્ષથી ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતા ૩૮ વિષય શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી સન્માનિત થયેલા શિક્ષકોને અભિનંદન પાઠવી મંત્રી કનુભાઈ દેસાઈઍ જણાવ્યું કે, ભારતમાં રામાયણ અને મહાભારત કાળથી ગુરુનું મહત્વ સર્વોચ્ચ સ્થાને રહ્નાં છે. ઍકલવ્ય ઍ દ્રોણાચાર્યનું પૂતળું બનાવી ધનુરવિદ્યામાં નિપુર્ણ બન્યા હતા. આજે પણ સમાજમાં શિક્ષકનો દરજ્જો સૌથી મોટો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા શિક્ષકોની પડખે રહી છે. શિક્ષકોના ઘણા પ્રોબ્લેમ સોલ્વ થયા છે અને બાકી રહેલા પ્રશ્નો પણ સોલ્વ થવાની તૈયારીમાં છે. આપણા દેશમાં અંગ્રેજોઍ જે શિક્ષણ નીતિ બનાવી હતી તેમાં ગુરુકુલ પ્રથા નાબૂદ કરી દીધી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ સનાતન મૂલ્યોને આવરી લઈ નવી શિક્ષણ નીતિ બનાવી છે.
જેમાં શ્રીમદ ભગવત ગીતાનો પણ સમાવેશ કરાયો છે.
જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન જે. પટેલે જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિમાં સ્કિલ બેઇઝડ શિક્ષણની પણ વાત કરવામાં આવી છે.
વલસાડ અને કપરાડાના ધારાસભ્ય સર્વશ્રી ભરતભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરીઍ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જિલ્લા કલેકટર નીતિન સાંગવાને પોતાના અનુભવ શેર કરતા જણાવ્યું કે, પહેલા મને હરિયાણાની લોકલ ભાષા જ આવડતી હતી, ત્યારે મારા શિક્ષકે મને અંગ્રેજીના રોજ નવા પાંચ શબ્દ શીખવા માટે શિખામણ આપી અને તે મુજબ મેં પ્રેક્ટિસ કરી તો ઍક વર્ષમાં દોઢ હજાર નવા અંગ્રેજી શબ્દ બોલતા હું શીખી ગયો હતો. જે મને મારા અત્યાર સુધીના કેરિયરમાં ખૂબ જ ઉપયોગી બની છે.
આ પ્રસંગે પારડી તાલુકા પંચાયત પ્રમુખ કિન્નરીબેન પટેલ, પારડી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, પ્રાંત અધિકારી નીરવ પટેલ અને તાલુકા સંગઠન પ્રમુખ પુનિત પટેલ સહિતના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્ના હતો. સ્વાગત પ્રવચન વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી ડો.રાજેશ્રી ટંડેલે કર્યું હતું.
આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવાઍ કરી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષક તારેશ સોની અને અવની પટેલે કર્યું હતું.
