ધરમપુરમાં ઈકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્કશોપ યોજાયો
- byDamanganga Times
- 07 September, 2026
વલસાડ, તા.૦૬ ઃ ગણેશોત્સવને શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવીયે છે. ગણેશજી પ્રત્યેની આસ્થા સાથે આપણી પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા કરવી પણ આપણી સામૂહિક જવાબદારી છે. પ્લાસ્ટર ઑફ પેરિસ, કેમિકલયુક્ત રંગો અને પર્યાવરણને નુકસાન કરતી સામગ્રીથી બનેલી ગણેશજીની પ્રતિમાઓના વિસર્જનથી નદીઓ, તળાવો અને જળચર જીવોને નુકસાન થઈ શકે છે.જેથી ધરમપુરમાં પણ પર્યાવરણ જળવાય ઍવી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાની જાગૃતિ ફેલાવવા માટે લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર તથા ધરમપુર નગરપાલિકા સંચાલિત ઍસ. ઍમ.ઍસ. ઍન.બાળ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે લેડી વિલ્સન મ્યુઝિયમના કયુરેટર ઇન્દ્રા વત્સ, ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ડો વિજય ઈટાલીયાના માર્ગદર્શન હેઠળ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ક શોપમાં ૮૫ જેટલાં બાળકો નાગરિકોઍ ભાગ લઇ હતો. પર્યાવરણના બચાવ અને મ્યુઝિયમ લાઈબ્રેરીની આ પ્રવુતિઓને પ્રોત્સાહન આપવા ધરમપુર વિધાન સભાના ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મયકંભાઈ મોદી, લાઈબ્રેરી ચેરમેન દીપમાલાબેન ચોનકર, ભાજપ શહેર પ્રમુખ અમિત ચોરેરા, પાલિકા સભ્ય સમીપભાઈ રાંચ, અન્ય સભ્યો હાજર રહિયા હતા. ધારાસભ્ય ઍ ધરમપુરમાં સ્કિલ ડેવલપમેન્ટ, ઘ્ં્યશ્રફુઁઁદ્દ જાગૃતિ માટેની સારી પ્રવૃતિઓ લેડી વિલ્સન મ્યુઝિયમ અને લાઈબ્રેરી સતત કરતી રહે છે ઍ માટે અભિનંદન આપ્યા હતા. ઇકો ફ્રેન્ડલી ગણેશ મેકિંગ વર્ક શોપમાં ભાગ લેનાર નાગરિકોઍ વિશ્વાસ ક્રિઍટિવ આર્ટ ક્રાફટ ઍન્ડ ડ્રોઈંગ ક્લાસીસ, વલસાડના દીપાબેન પાનવાલા પાસે ખુબ કુદરતી માટીમાંથી સુંદર રીતે અને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાની રીત શીખી, પ્રતિમા બનાવી આ પ્રતિમા પોતાના ઘરે સ્થાપના, પૂજા કરવા લઇ ગયા હતા.
