Damanganga Times.

Damanganga Times.

September 07, 2026

ધરમપુરની સ્વર્ગવાહિની નદીના પુલ પરથી લારી-ગલ્લાઓ હટાવાયા

ધરમપુરની સ્વર્ગવાહિની નદીના પુલ પરથી લારી-ગલ્લાઓ હટાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૬ ઃ ધરમપુર શહેરના સમડીચોક અને હાથીખાના વચ્ચે આવેલા સ્વર્ગવાહિની નદીના નવનિર્મિત પુલ પર જાહેર માર્ગને અડીને ગોઠવાયેલા લારી-ગલ્લાઓના દબાણ અંગે દમણગંગા ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રકાશિત કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.   પુલ પર લારી-ગલ્લાઓના જમાવડાને કારણે માર્ગ સાંકડો બનતો હોવા તેમજ વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હોવાના મુદ્દાને અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં ધરમપુર મામલતદાર વિભાગ, પોલીસ તંત્ર, નગરપાલિકા તથા ભ્ષ્ઝ઼ વિભાગ દ્વારા સંકલન કરી જાહેર માર્ગ ખુલ્લો કરાવવા કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પણ દર્શાવવામાં આવી હતી.
અહેવાલ પ્રકાશિત થયા બાદ શહેરી ય્્રૂગ્ વિભાગ દ્વારા ધરમપુર નગરપાલિકાને લેખિત રજૂઆત કરી સ્વર્ગવાહિની નદીના પુલ પર જાહેર માર્ગને અડીને ગોઠવાયેલા લારી-ગલ્લાઓ દૂર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
જેના પગલે ધરમપુર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પુલ પર વ્યવસાય કરતા ફ્રુટ વિક્રેતાઓ તેમજ લારી-ગલ્લાવાળાઓને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા.
   છેલ્લા કેટલાય સમયથી સ્વર્ગવાહિની નદીના નવનિર્મિત પુલ પર ફ્રુટ વિક્રેતાઓ સહિતના લારી-ગલ્લાવાળાઓ દ્વારા જાહેર માર્ગને અડીને બેરોકટોક વ્યવસાય કરવામાં આવી રહ્ના હતો.  ખાસ કરીને વાહનોની અવરજવર વધુ હોય તેવા સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ દબાણ દૂર કરવામાં આવતા પુલ પરનો માર્ગ વધુ ખુલ્લો બન્યો છે.
   ૨૪ કલાક આ માર્ગ પરથી પસાર થતા નાના-મોટા વાહનચાલકો તેમજ રાહદારીઓ દ્વારા તંત્રની કામગીરીને આવકારવામાં આવી રહી છે. સાથે જ જાહેર માર્ગ પર ફરીથી દબાણ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ નાગરિકોમાં માંગ ઉઠી રહી છે.