Damanganga Times.

Damanganga Times.

September 07, 2026

ડાંગમાં જન્માષ્ટમીઍ હરિ- હરનું અદ્દભૂત ઐકય

ડાંગમાં જન્માષ્ટમીઍ હરિ- હરનું અદ્દભૂત ઐકય


ડાંગમાં કૃષ્ણ જન્મોત્સવ પર્વ નિમિત્તે વિશેષ ઉજવણીના ભાગરૂપે દંડકેશ્વર મહાદેવના પવિત્ર શિવલિંગ પર ભગવાન શ્રીકૃષ્ણની અતિ સુંદર અને મનમોહક છબી અંકિત કરી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ફૂલો, રંગબેરંગી વસ્ત્રો અને આકર્ષક સજાવટથી શણગારેલા શિવલિંગમાં જાણે સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા હોય તેવો દિવ્ય અનુભવ ભાવિક ભક્તોઍ કર્યો હતો. મંદિર પરિસરમાં રાત્રી દરમિયાન ભજન-કીર્તન અને ધૂનની રમઝટ બોલી હતી.