ધરમપુર છાત્રાલય હુમલા પ્રકરણમાં રાજકીય ગરમાટો
- byDamanganga Times
- 07 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૬ ઃ ધરમપુરના બામટી-લાલડુંગરી વિસ્તારમાં આવેલા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત બાબાસાહેબ આંબેડકર છાત્રાલયમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા હુમલાના બનાવને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્ના છે. તા. ૩ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માટલી ફોડવાની બાબતે થયેલા વિવાદ બાદ કેટલાક યુવકો હોકી, લાકડાના ડંડા અને પાઇપ સહિતના સાધનો સાથે છાત્રાલયમાં ઘૂસી આવ્યા હોવાના આક્ષેપો થયા છે. હુમલામાં આશરે પાંચ વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ રવિવારે ધરમપુરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ સાથે મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓની તબિયત અંગે માહિતી મેળવી હતી. સાથે જ પરિવારજનોને સાંત્વના આપી સમગ્ર ઘટનાની હકીકત જાણી હતી.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત બાદ ધારાસભ્ય અનંતભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકના પીઆઈ નિખિલ ભોયા સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે ઘ્ઘ્વ્સ્ ફૂટેજ સહિતના પુરાવાના આધારે હુમલામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ઓળખ કરી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. ધારાસભ્યે આક્ષેપ કર્યો હતો કે ખ્ગ્સ્ભ્ સાથે સંકળાયેલા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ભાજપ યુવા મોરચાના નેતા સહિત ફરાર આરોપીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વાહનના માલિકની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ધારાસભ્ય અનંત પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે ત્રણ દિવસની અંદર ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં ધરમપુર પ્રાંત કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.
બીજી તરફ ધરમપુર પોલીસના પીઆઈ નિખિલ ભોયાઍ જણાવ્યું હતું કે છાત્રાલય હુમલા અંગે નોંધાયેલા ગુનામાં અત્યાર સુધીમાં ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ વોન્ટેડ છે. ફરાર આરોપીઓની શોધખોળ સાથે તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. કાયદાની જોગવાઈ મુજબ કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે અને તપાસ દરમિયાન જે કોઈની સંડોવણી બહાર આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પોલીસે આપી છે.
દરમિયાન પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ઍટલે કે છ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા હુમલાની સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેમજ ફરાર આરોપીઓ અંગે પણ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે. છાત્રાલય હુમલા -કરણમાં હવે પોલીસ તપાસ અને ફરાર આરોપીઓની ધરપકડ સાથે રાજકીય વર્તુળમાં પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
