વલસાડ-વાપી સ્ટેશને મુસાફરો અટવાયા ઃ બસ અને ભોજનની વ્યવસ્થા કરાઈ
- byDamanganga Times
- 07 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૬ ઃડ્ડઆજરોજ મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે મુંબઈ તેમજ મહારાષ્ટ્ર તરફ જતો રેલવે વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વલસાડ રેલવે સ્ટેશન અને વાપી રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાઈ ગયા હતાઁ.
જેથી પડ્ઢિમ રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનોના રૂટ ટૂંકાવવા અંગે મહત્વની સૂચનાઓ જાહેર કરવી પડી હતી. ઍ મુજબ, ટ્રેક પર પાણી ફરી વળતાં અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. અકસ્માત નિવારવા માટે અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેનોને સુરત અને વલસાડ સુધી જ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો વલસાડ અને સુરતથી જ મુસાફરોને લઈને ફરી અમદાવાદ તરફ પરત રવાના થાય ઍવી વ્યવસ્થા જાહેર કરાઈ હતી. વધુમાં મુસાફરોની હાલાકી દૂર કરવા વાપીથી વલસાડ વચ્ચે બસ સેવા શરૂ ટ્રેન વ્યવહાર અચાનક ખોરવાઈ જવાના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, મુસાફરોની હાલાકી ઓછી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. અટવાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે રેલવે દ્વારા વાપીથી વલસાડ જવા માટે ખાસ બસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સંબંધિત સ્ટેશનો પર હેલ્પડેસ્ક શરૂ કરીને મુસાફરોને સતત જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.
મુંબઇ-અમદાવાદ વચ્ચે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાતા અને વાપી તથા વલસાડ જેવા સ્ટેશનોઍ મુસાફરો અટવાયા હોવાની જાણ થતાં જ વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભા દંડક ધવલભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. તેમની સાથે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ ભોયા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, પ્રદેશ યુવા મોરચા કોષાધ્યક્ષ ધ્રુવીનભાઈ પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્ના. સાંસદના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન સાથે તાત્કાલિક સંકલન કરીને મુસાફરોની સુવિધા માટે ખાનગી અને ઍસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી. અટવાયેલા મુસાફરોને તબક્કાવાર મુંબઈ અને પુના તરફ સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા અને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોઍ પણ સેવાકાર્યમાં જોડાઈને મોટી સંખ્યામાં ખીચડીનું વિતરણ કર્યું. કટોકટીની આ ઘડીમાં વહીવટી તંત્ર, જનપ્રતિનિધિઓના સંયુક્ત પ્રયાસનું સરાહનીય ઉદાહરણ જાવા મળ્યું હતું. સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પ્રશાસન અને તમામ સ્વયંસેવકોના સહયોગથી પરિસ્થિતિને ઝડપથી કાબૂમાં લેવામાં આવી છે.
