ધરમપુરના સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ઍકત્રિત ગુજરાતનાં સાપોનું ઝેર હવે ‘સંજીવની’ બનશે
- byDamanganga Times
- 06 July, 2026
વલસાડ, તા. ૦૫ ઃ ગુજરાતમાં સર્પદંશની સારવાર માટે રાજ્યનાં ઝેરી સાપોનાં ઝેરમાંથી બનાવેલુ (રિજિયન સ્પેસિફિક ઍન્ટી-સ્નેક વેનમ) ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં સંજીવની બનશે. રાજ્યની ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રઍ ગુજરાતમાં જોવા મળતી સાપની ચાર મુખ્ય ઝેરી પ્રજાતિઓનું લાયો ફિલાઇઝ્ડ (ફ્રીઝ-ડ્રાઇડ ઍટલે કે પાવડર સ્વરૂપનું) ઝેર તેલંગાણા સ્થિત ઍક લાઇસન્સ -ા ઍન્ટી- સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. ગુજરાતને જ્યારે આ ઍન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે. ગયા અઠવાડિયે, ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (ઞ્જ્ય્જ્) હેઠળ કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ઍન્ટી-સ્નેક વેનમ બનાવતી તેલંગાણા સ્થિત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડ (પ્/સ્ન્ સ્જ્ઞ્ઁસ્ન્ ગ્જ્ઞ્ંષ્ટશ્વંફુ્યણૂદ્દસ્ન્ ન્જ્ઞ્ૃજ્ઞ્દ્દફૂફુ) ને આ ઝેર સોંપ્યુ હતુ. આ કંપની સર્પદંશ અને વીંછી કરડ્યા હોય તેમની સારવાર કરડવા માટેની જીવનરક્ષક રસી (ખ્ઁદ્દજ્ઞ્સ્ન્ફૂર્શ્વી) તેમજ ધનુર (વ્ફૂર્દ્દીઁ્યસ્ન્), ડિપ્થેરિયા અને ગેંગરીન વિરોધી રસી બનાવવાનું કામ કરે છે. ગુજરાત વન વિભાગ દ્વારા આ કંપનીને સોંપવામાં આવેલા ઝેરનાં જથ્થામાં ૩૩.૩૭ ગ્રામ ભારતીય નાગ (ત્ઁફુર્જ્ઞ્ીઁ ઘ્ંણુર્શ્વી), ૨.૬૭ ગ્રામ કાળોતરો (ઘ્ૃંંઁ ર્ધ્શ્વીજ્ઞ્દ્દ), ૩૦.૮૨ ગ્રામ ખડચિતળો (ય્્યસ્ન્સ્ન્ફૂશ્રશ્રઁસ્ન્ સ્જ્ઞ્ષ્ટફૂશ્વ) અને ૧.૭૧ ગ્રામ ફુરસા (ર્લ્ીરૂ-ર્સ્ન્ણૂશ્રફૂફુ સ્જ્ઞ્ષ્ટફૂશ્વ)નો સમાવેશ થાય છે. હવે આ કંપની ગુજરાતના પ્રદેશ-વિશિષ્ટ ઍન્ટી-સ્નેક વેનમ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ રસીનો પ્રથમ જથ્થો ટૂંક સમયમાં ગુજરાતને મળશે તેવી સંભાવના છે. ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઍસ. કે. શ્રીવાસ્તવે જણાવ્યું કે,વર્ષ ૨૦૨૨માં દેશભરમાં વન્યજીવોના હુમલામાં ૫૫૦ લોકોના મોત થયા હતા, જ્યારે આ જ સમયગાળા દરમિયાન સર્પદંશથી અંદાજે ૬૫,૦૦૦ લોકોઍ જીવ ગુમાવ્યા હતા.
સર્પ સંશોધન કેન્દ્રનાં વાઇસ-ચેરમેન અને સર્પદંશની સારવારમાં ખ્યાતિ-ા ડૉ. ડી. સી. પટેલે જણાવ્યું હતું કે, સર્પદંશની સારવારમાં મુખ્ય પડકારોમાંનો ઍક ઍ છે કે દરેક વિસ્તારનાં સાપનું ઝેર જુદુ જુદુ હોય છે. દૂરના વિસ્તારોના ઝેરમાંથી તૈયાર કરાયેલ ઍન્ટી-સ્નેક વેનમ ઘણીવાર સર્પદંશની સારવારમાં ઓછું અસરકારક સાબિત થાય છે. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની -જાતિઓમાંથી ઝેર ઍકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી પ્રદેશ-વિશિષ્ટ ઍન્ટી સ્નેક વેનમ વિકસાવી શકાય. ડો. ડી.સી પટેલે સર્જન છે અને તેમણે સર્પંદંશની સારવાર થકી લાખો લોકોનાં જીવ બચાવ્યા છે.
સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતમાં જોવા મળતી મહત્વની ઍવી મુખ્ય પ્રજાતિઓના આશરે ૪૭૧ ઝેરી સાપો રાખવામાં આવ્યા છે. આ સાપોમાંથી ઝેર મેળવવાની પ્રક્રિયા વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ થાય છે. ત્યારબાદ તેનું વૈજ્ઞાનિક રીતે પ્રોસેસિંગ કરીને તેને લાયોફિલાઇઝ્ડ (સુકા પાવડર) સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને પછી લાયસન્સ ધરાવતા ઉત્પાદકોને હરાજી થકી સપ્લાય કરવામાં આવે છે.આ સંસ્થા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (ઞ્જ્ય્જ્) હેઠળ કામ કરે છે.
ઍન્ટી-વેનમ ઉત્પાદન માટે ઝેર મેળવતી આ દેશની બીજી સંસ્થા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સંસ્થાના વિસ્તરણ માટે ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં વર્લ્ડ ક્લાસ કાયમી કેમ્પસ સ્થાપવા માટે ૨.૨૫ હેક્ટર જમીન ફાળવી છે. આ સાથે અદ્યતન સંશોધન અને તાલીમ માળખું વિકસાવવા માટે ૧૧.૬૮ કરોડની દરખાસ્ત પણ સબમિટ કરવામાં આવી છે.
