મનાઈયોઢીમાં બાઈક અકસ્માતમાં ઍકનું મોત
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ ધરમપુર તાલુકાના મનાઈયોઢી ગામ નજીક આવેલા નાના પુલ પાસે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ઍક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયા ની માહિતી -ા થવા પામી હતી
સંજયભાઈ મનોજભાઈ રાઉત રહે. વાથોડા ધરમપુર દ્વારા પોલીસ મથકે કરેલ જાણ અનુસાર ગત રોજ સાંજે અંદાજે ૪ વાગ્યાના અરસામાં મનાઈયોઢી ગામ નજીક નાના પુલ પાસે હનમતમાળ ગામથી બિલ્ધા ગામ તરફ જતા માર્ગ પર જયદીપભાઈ કરસનભાઈ ગોદડે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ (ઞ્થ્-૧૯-ખ્લ્-૫૮૯૧) પર પાછળની સીટમાં મનોજભાઈ જીવલુભાઈ રાઉત તથા તેમની પાછળ સોનિયાબેન જયદીપભાઈ ગોદડેને બેસાડી જઈ રહ્ના હતા.
આ દરમિયાન મોટરસાયકલ ચાલાક જયદીપે બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે પૂરઝડપે ચલાવતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે મોટરસાયકલ રસ્તાની બાજુમાં અથડાઈ નાના પુલની નીચે ઢાળ તરફ ખાબકી ગઈ હતી. અકસ્માતમાં સોનિયાબેન જયદીપભાઈ ગોદડેને માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ બંને હાથમાં ફ્રેક્ચર થયું હતું. જ્યારે મનોજભાઈ જીવલુભાઈ રાઉતને મોઢા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ તેમજ જમણા હાથના કોણી અને કાંડા ખાતે ફ્રેક્ચર થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જયદીપભાઈ કરસનભાઈ ગોદડેને પણ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ધરમપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
