વરસાદ ખુલતાં જ સાપુતારામાં સહેલાણીઓ ઉમટયા
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૦૫ ઃ ચોમાસાની ઍન્ટ્રી સાથે જ ગુજરાતના ઍકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો શરૂ થઈ ગયો છે. જેથી પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલાઅોમાં ઉત્સાહનો સંચાર થયો છે સાથે ડાંગમાં ટ્રાફિક અને સલામતી વ્યવસ્થા માટે પોલીસ વિભાગ પણ સક્રિય થઈ ચૂકયો છે. બીજી બાજુ આજે બપોરપછી ડાંગમાં ફરીથી મેઘરાજાઍ ઍન્ટ્રી થઈ હતી. સાપુતારામાં વરસતા વરસાદ વચ્ચે પણ સર્પગંગા તળાવમાં બોટીંગ સંચાલકો દ્વારા નૌકાવિહાર ચાલુ રખાતાં ઍ ચર્ચાનો વિષય બન્યો હતો. હજુ ગઈકાલે જ ઍક પ્રવાસી બોટમાંથી તળાવમાં કૂદી પડયાની ઘટના પણ બની હતી ત્યારે લાઈફ જેકેટ માટેનો આગ્રહ અને સખ્તાઈ જરુરી બન્યા છે. વધુમાં સાપુતારા આવતા સહેલાણીઅો જાખમી રીતે વાહન હંકારતા જાવા મળ્યા છે. સાપુતારાના ગવર્નર હિલ પર મહારાષ્ટ્રના ઍક થાર ચાલકે ઝોખમી રીતે સ્ટંડબાજી કરતાં પોલીસે ઍને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જરુર પડી હતી. સાપુતારામાં વરસાદના કારણે સનરાઈઝ પોઈન્ટ તરફ જતા માર્ગ પર પથ્થરો ધસી પડતાં ઍ માર્ગ વાહનચાલકો અને સહેલાણીઅો માટે જાખમી બન્યો હતો. ભારે ધુમ્મસ અને વરસાદને જાતાં તંત્ર ચોમાસામાં વધુ સક્રિય અને કડકાઈ દર્શાવે ઍવી જરુરીયાત જણાઈ રહી છે.
