ધરમપુર તાલુકામાં વરસાદનું આગમન થતાં સમગ્ર વિસ્તાર હવે હરિયાળી
- byDamanganga Times
- 06 July, 2026
ધરમપુર તાલુકામાં વરસાદનું આગમન થતાં સમગ્ર વિસ્તાર હવે હરિયાળીથી શોભી ઉઠયો છે. અહીંથી પસાર થતી નાર નદીમાં નવા નીર આવતાં ઍ બંને કાઠે વહેતી જાવા મળી છે. ત્યારે પ્રકૃતિમાં પથરાયેલી લીલીછમ વનરાજી અને ધુમ્મસોથી ઢંકાયેલા ડુંગરો કુદરતી સૌદર્યમાં અનેરો વધારો કરી રહ્નાં છે. આ કુદરતી સૌદર્ય પ્રકૃતિ પ્રેમીઅો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા માંડયું છે. (તસવીર ઃ ભરત પાટીલ, ધરમપુર)
