વાપીના ૧૧ ગામોમાં ત્રણ દિવસથી પાણીની બૂમ
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૫ ઃ વાપી મહાનગરપાલિકા હદમાં સમાવિષ્ટ ૧૧ ગામોને પીવાનું પાણી પૂરું પાડતી પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપલાઇન કરવડ ગામ નજીક ક્ષતિગ્રસ્ત થતાં છેલ્લા ત્રણ દિવસથી પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ લોકો પીવાના પાણી ની જરૂરિયાતો માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્ના છે. પાણી સપ્લાય બંધ રહેતાં લોકો ખાનગી ટેન્કર, બોરવેલ અને અન્ય વિસ્તારોમાંથી પાણી મેળવવા મજબૂર બન્યા છે. સતત ત્રણ દિવસથી પાણી ન મળતાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. સ્થાનિકોઍ તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ કરી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
પ્રા વિગત મુજબ વાપીના કરવડ ખાતે થી પસાર થતી પાણી પુરવઠા વિભાગની મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં સમગ્ર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. કારણ કે દમણ ગંગા નદીના વીયર માંથી સીધું પાણી ખેંચી ચણોદ કરવડ થી સલવાવ બલીઠામાં સ્ટોરેજ કરી ત્યાં પાણી ફિલ્ટર કર્યા બાદ ઉપરોક્ત ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છેજોકે સંબંધિત પાણી પુરવઠા વિભાગ દ્વારા હજુ સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ૧૧ ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે.
વાપી મહાનગરપાલિકામાં ચણોદ, કરવડ, છીરી, છરવાડા બલીઠા મોરાઈ, વટાર, કુંતા, નામધા અને ચંડોર મળી કુલ ૧૧ ગામોનો સમાવેશ વાપી મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો હોવા છતાં પાણી વિતરણની જવાબદારી હજુ સુધી વલસાડ જિલ્લા પાણી પુરવઠા વિભાગ પાસેથી મહાનગરપાલિકાને સોંપવામાં આવી નથી. પરિણામે જવાબદારીના અભાવે આવી સમસ્યાઓ વારંવાર સર્જાઈ રહી છે. સ્થાનિકોઍ સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક પાઇપલાઇનનું સમારકામ કરી પાણી પુરવઠો પૂર્વવત્ શરૂ કરવા તેમજ પાણી વિતરણની કામગીરી મહાનગરપાલિકાને વહેલી તકે સુ-ત કરવાની માંગ કરી છે.
જોકે ૧૧ ગામને પાણી પુરવઠો પૂરું પાડતી ઍજન્સીને રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષનો કરાર કરાયો હોય જેને કારણે તેઓ હસ્તક કામગીરી કરાઈ રહી છે જેને કારણે ઉપરોક્ત સમસ્યા ઊભી થઈ રહી છે
