વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૦૫ ઃ વલસાડમાં મેઘરાજાઍ બે દિવસ અગાઉ ભારે વરસાદ પડ્યા બાદ બે દિવસથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી તેમ છતાં વરસાદ છૂટો છવાયો પડતા લોકોને મોટે રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (ત્પ્ઝ઼), અમદાવાદ દ્વારા તા. ૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩ઃ૦૩ કલાકે આગામી ૨૪ કલાક માટે ડાંગ સહિત ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિ ભારે (ચ્હૃદ્દશ્વફૂફૂશ્રક્ક ર્ણ્ફૂરુક્ક ર્ય્ીજ્ઞ્ઁ) વરસવાની સંભાવના વ્યક્ત કરતાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી તા. ૦૬ જુલાઈ, ૨૦૨૬ના બપોરે ૩ઃ૦૩ કલાક સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે આગામી ૨૪ કલાક દરમિયાન ખૂબ જ સાવચેત રહે, બિનજરૂરી મુસાફરી ટાળે તેમજ નદી, નાળા, ધોધ અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળે. ભારે વરસાદને કારણે પાણી ભરાવા, વૃક્ષો પડવા તથા માર્ગ અવરોધ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખેડૂતો, વાહનચાલકો તથા પ્રવાસીઓને ખાસ તકેદારી રાખવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો નજીકના તાલુકા વહીવટીતંત્ર, પોલીસ, ફાયર સર્વિસ અથવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.
