વલસાડના દરિયાકાંઠે મરીન પોલીસનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ આતંકવાદી ઘટના બાદનો હાઇ ઍલર્ટ સમયગાળો જેટલો મહત્વનો હોય છે, ઍટલો જ નહીં પરંતુ પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ પણ સતત સતર્કતા જાળવવી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિઍ અત્યંત જરૂરી ગણાય છે.
આ અભિગમને ધ્યાનમાં રાખી ગુજરાત મરીન પોલીસ દ્વારા દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાની મહત્વપૂર્ણ કામગીરી સંભાળતા અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) ઍ. ઍમ. મુનિયા તથા મરીન સેક્ટર કમાન્ડર અને પોલીસ અધિક્ષક હજીરા (સુરત) ઍસ. જે. પરમારના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટરના લીડર નાયબ પોલીસ અધિક્ષક ઍ. ઍમ. કુગસીયા, મરીન ટીમ લીડર ભ્લ્ત્ ઍસ. ઍસ. પઠાણ, ભ્લ્ત્ કે. સી. પટેલ તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા તા. ૦૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.
આ પેટ્રોલિંગ દરમિયાન વલસાડ જિલ્લાના મરોલીથી દાંડી સુધીના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં અલગ-અલગ મરીન કમાન્ડોની ટીમો દ્વારા શંકાસ્પદ બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ અવાવરુ સ્થળોની સઘન ચકાસણી કરવામાં આવી હતી.
દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘૂસણખોરી અથવા સુરક્ષા માટે જોખમરૂપ હિલચાલ અટકાવવા માટે મરીન પોલીસ દ્વારા સતત સતર્કતા સાથે આવી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
