ધરમપુરમાં શૈક્ષણિક મહાસંઘે નવનિયુકત પદાધિકારીઅો સાથે મુલાકાત લીધી
- byDamanganga Times
- 06 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૫ ઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, વલસાડ જિલ્લા તથા તાલુકા ટીમના પ્રતિનિધિઓઍ ધરમપુર સર્કિટ હાઉસ ખાતે વલસાડ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના નવનિયુક્ત ચેરમેન મણિલાલ ગાંવીત, બાંધકામ સમિતિના ચેરમેન ઉર્મિલાબેન ગણેશભાઈ બિરારી તેમજ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન સતીસભાઈ ચૌધરીને શુભેચ્છા પાઠવી સૌજન્ય મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના વિવિધ પ્રશ્નો, શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તામાં વધારો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હકારાત્મક અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
પ્રસંગે પાનવાના સરપંચ સતીસભાઈ ચૌધરી તથા તિસકરીના સરપંચ દિનેશભાઈ ભોંયા પણ ઉપસ્થિત રહ્ના હતાં.
શિક્ષણ સમિતિના ચેરમેન મણિલાલ ગાંવીતે મહાસંઘ દ્વારા રાષ્ટ્રહિત, શિક્ષણહિત અને બાળકલ્યાણ માટે કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે મહાસંઘનું યોગદાન પ્રશંસનીય છે અને ભવિષ્યમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નોમાં સંકલન સાથે પૂર્ણ સહયોગ આપવામાં આવશે. અંતે મહાસંઘની જિલ્લા ટીમે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી તેમના સફળ અને લોકહિતકારી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
