Damanganga Times.

Damanganga Times.

July 06, 2026

શ્વેતક્રાંતિમાં ધરમપુર તાલુકો જિલ્લામાં મોખરે

શ્વેતક્રાંતિમાં ધરમપુર તાલુકો જિલ્લામાં મોખરે


(જિજ્ઞેશ સોલંકી દ્વારા)
વલસાડ, તા. ૦૫ ઃ દર વર્ષે જુલાઈ મહિનાના પ્રથમ શનિવારે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ (ત્ઁદ્દફૂર્શ્વીઁદ્દજ્ઞ્ંઁર્ીશ્ર ઘ્ં-ંષ્ટફૂર્શ્વીદ્દજ્ઞ્રુફૂ ર્ઝ઼ીક્ક) તરીકે ઉજવવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા દેશમાં સહકારી પ્રવૃત્તિને નવી ઊર્જા અને વેગ આપવા માટે આપવામાં આવેલા સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરવા વલસાડ જિલ્લો સજ્જ બન્યો છે. આ અન્વયે વલસાડ જિલ્લામાં આગામી ૨૯ જૂન થી ૦૬ જુલાઈ - ૨૦૨૬ દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
આ મહા-અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી સહકારી ક્ષેત્રની ઉમદા ભાવનાને વધુ મજબૂત કરવાનો અને જન-જન સુધી સહકારિતાનો પાવન સંદેશ પહોંચાડી આર્થિક ઉત્કૃષ્ટતા લાવવાનો છે. સહકારી પ્રવૃત્તિ ઍકતા, આર્થિક ક્ષમતા, સમાનતા, સર્વાંગી વિકાસ અને સામાજિક જવાબદારીનું ઍક શ્રેષ્ઠ મોડેલ છે. વલસાડ જિલ્લાના છેવાડાના ખેડૂતો અને ગ્રામજનોને પગભર કરવામાં, તેમના આર્થિક-સામાજિક વિકાસમાં સહકારી ક્ષેત્રનું અનેરૂ યોગદાન રહ્નાં છે. વલસાડ જિલ્લામાં સહકારી ક્ષેત્ર ગ્રામીણ અને શહેરી અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થયું છે. વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં નાગરિકોને બચત અને ધિરાણની સુવિધા આપતી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીઓ ઉપરાંત ખેતી મંડળીઓ, સિંચાઈ-ગ્રાહક સહકારી-ફળ શાકભાજી મંડળીઓ કાર્યરત છે. વસુધારાના મેનેજીંગ ડીરેક્ટરશ્રી વિજય કાપડીયા સહાકારીતા દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં સહકારી ક્ષેત્ર ગ્રામીણ અને શહેરી અર્થતંત્રની કરોડરજ્જુ સાબિત થયું છે. સહકારી ક્ષેત્ર વાસ્તવમાં  ૅલોકો માટે, લોકોનું અને લોકો દ્વારૉ ચાલતું ઍક આદર્શ લોકશાહી મોડેલ છે. આ ક્ષેત્રની સૌથી મોટી તાકાત અને સુંદરતા ઍ છે કે, તેમાં સમાજના નાનામાં નાના અને છેવાડાના માણસને પણ સમાન અધિકાર મળે છે અને તે સંસ્થાનો ઍક મોટો હિસ્સેદાર બને છે.
જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા નાગરિકો, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક ઉન્નતિ પાછળ સહકારી મંડળીઓનો સિંહફાળો રહ્ના છે. વલસાડ જિલ્લામાં વસુધારા ડેરીમાં ૫૯ હજાર પશુપાલકો દૈનિક ચાર લાખ લીટર દૂધ જમા કરાવે છે. જિલ્લામાં દુધ ઉત્પાદનના બળે ઘણી મહિલા મંડળીઓ આત્મનિર્ભર હોવાના તાદ્શ્ય ઉદાહરણો અહી જોવા મળી રહ્ના છે. શ્વેતક્રાંતિ અને હરિયાળી ક્રાંતિના માધ્યમથી આ મંડળીઓઍ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી જન-જનને સ્વનિર્ભર બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વલસાડ જિલ્લામાં પણ ટુંક સમયમાં ભારત ટેક્ષીની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવનાર છે વલસાડ જિલ્લામાં તા. ૩૧ માર્ચ ૨૦૨૬ ની સ્થિતિઍ કુલ  ૩૦૧૨  જેટલી વિવિધ પ્રકારની સહકારી મંડળીઓ સફળતાપૂર્વક કાર્યરત છે. સમગ્ર જિલ્લામાં કુલ ૯૧૯ હાઉસિંગ સર્વિસ મંડળીઓ નોંધાયેલી છે, જેમાંથી સૌથી વધુ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં હાઉસિંગ સર્વિસ મંડળીઓ આવેલી છે. આ ઉપરાંત, શહેરીકરણના વેગ સાથે જિલ્લામાં કુલ ૯૬૦ હાઉસિંગ મંડળીઓ કાર્યરત છે.
પશુપાલન અને શ્વેતક્રાંતિ ક્ષેત્રે જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ રાષ્ટ્રીય સ્તરે આદર્શ છે. જિલ્લામાં વલસાડ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. કાર્યવિસ્તાર ધરાવે છે જેમાં ૪૫૩ મંડળીઓ કાર્યરત છે. ગ્રામીણ વિસ્તારોમાં શ્વેતક્રાંતિને વેગ આપવામાં ધરમપુર તાલુકા મોખરે છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ ૧૫૨ અને વલસાડ તાલુકામાં ૧૩૨ દૂધ મંડળીઓ ગ્રામીણ રોજગારીનું મુખ્ય માધ્યમ બની છે.
ખેડૂતોને ધિરાણ અને અન્ય કૃષિ સહાય પૂરી પાડતી મંડળીઓમાં સેવા/ક્રેડિટ/લેમ્પસ મંડળીઓની સંખ્યા ૧૧૬ છે, જ્યારે બિન-કૃષિ ધિરાણ મંડળીઓની સંખ્યા ૧૩૯ જેટલી છે. જિલ્લામાં ગ્રાહક સહકારી મંડળીઓ ૧૩ મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ ૨૫ અને ફળ-શાકભાજી મંડળીઓ ૫૬ જેટલી સક્રિય છે. આ મંડળીઓ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનીને વ્યાપારી શોષણ અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વલસાડ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) શ્રી બ્રિજેશ છત્રોલાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ૨૯  જૂન થી ૦૬ જુલાઈ – ૨૦૨૬ દરમ્યાન વલસાડ જિલ્લાની વિવિધ સહકારી બેંકો, દૂધ ઉત્પાદક સહકારી સંઘો, ખરીદ-વેચાણ સંઘો, તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (ખ્ભ્પ્ઘ્) તેમજ ગ્રામ્ય સ્તરની પ્રાથમિક કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ (ભ્ખ્ઘ્લ્) ખાતે વ્યાપક અને વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આમ, સહકારથી સમૃદ્ધિના મંત્રને સાર્થક કરતા જિલ્લામાં બેંકો, દૂધ મંડળીઓ, હાઉસિંગ, ખરીદ-વેચાણ સંઘ અને ખેતી વિષયક મંડળીઓ તથા અન્ય મંડળીઓ મળીને કુલ ૩૦૧૨ સંસ્થાઓ લોકભાગીદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. આંતરરાષ્ટ્રીય સહકારી દિવસે જિલ્લાની આ મજબૂત સહકારી વ્યવસ્થા વધુ સશક્ત બની નાગરિકો આત્મનિર્ભર બને તેવી દિશામાં આગળ વધી રહી છે.