Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

બલીઠા હાઈવે પર મામલતદાર કચેરી સામે મસમોટા ખાડા પડ્યા

બલીઠા હાઈવે પર મામલતદાર કચેરી સામે મસમોટા ખાડા પડ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩  ઃ સુરત થી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર બલિઠા મામલતદાર કચેરી સામે ના માર્ગ પર પહેલા વરસાદમાં જ ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન બન્યા સાથે સર્વિસ રોડ ઉપર ની બાજુમાં સાઈડ શોલ્ડીંગ ની કામગીરી બરોબર નહીં કરાતા અનેક વાહનો ફસાઈ જવા પામ્યા છે. પ્રા વિગત મુજબ છેલ્લા બે દિવસથી વાપી પંથકમાં ભારે વરસાદને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર રસ્તો ધોવાય જવાની તેમજ ઠેર ઠેર ખાડા પડવાની ઘટના બની રહી છે જેમાં આજે સુરત થી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર ૪૮ ના વાપી બલિઠાના મામલતદાર કચેરી તેમજ ટ્રાફિક પોલીસ વિભાગની કચેરી સામેના માર્ગ ઉપર મોટા મોટા ખાડાઓ પડી જવા પામ્યા છે. જેને કારણે આ ખાડાઓમાં સ્પીડમાં આવતા વહનચાલકનું સ્ટેરીંગ ઉપરનું સંતુલન ગુમાવતા અકસ્માત થવાની શક્યતા રહેલી છે. સાથે આ માર્ગની બાજુમાં બનાવવામાં આવેલ સર્વિસ રોડ ની ભરણી પણ બરાબર ન કરવાને કારણે અનેક સ્થળે રસ્તો બેસી જવાના તેમજ આ રસ્તા ઉપર થી પસાર થતા વાહનો ફસી જવા પડ્યા હતા જે અંગે તાત્કાલિક સર્વિસ રોડ ઉપર મેટલ ની ભરણી તેમજ નેશનલ હાઇવે નંબર ૪૮ ના માર્ગ ઉપર ખાડા પુરવામાં આવે જેના કારણે અકસ્માત થતા અટકશે અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ પણ દૂર થશે.