ઉમરગામ પાલિકાની સામાન્ય સભામાં શિસ્તના લીરે લીરા ઉડ્યા
- byDamanganga Times
- 04 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન નગરપાલિકા સભાખંડમાં કરવામાં આવ્યું હતું. ઉમરગામ નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ ની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી. ઍજન્ડા મુજબ સભાની શરૂઆત થઇ હતી. આજની સભામાં ઉમરગામ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરાઈ હતી. પ્રમુખ સ્થાનેથી ખુશ્બુબેન જાદવે સમિતિઓ ની રચના અને અધ્યક્ષ ના નામ જાહેર કર્યા હતા જેમાં કારોબારી સમિતિના અધ્યક્ષ ગૌરવભાઈ કોન્ટ્રાક્ટર,સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કાવેરીબેન દૂબળા, બાંધકામ સમિતિના અધ્યક્ષ નટુભાઈ રાઠોડ, વીજળી સમિતિના અધ્યક્ષ વૈભવીબેન માયાવંશી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુશીલભાઈ ભરતિયા, મહેકમ સમિતિના અધ્યક્ષ રેશ્માબેન માછી, પાણી પુરવઠા સમિતિના અધ્યક્ષ રિતેશભાઈ બારી, વેરા વસૂલાત સમિતિના અધ્યક્ષ જયદીપભાઈ આકરેકર, ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ જયશ્રીબેન માછી નામો જાહેર કરી તમામને શુભકામના પાઠવી હતી. સામાન્ય સભામાં સમિતિની રચના બાદ અધ્યક્ષ સ્થાનેથી અરજીઓનું વાંચન તેમજ વિવિધ વિષયો પર ચર્ચા શરૂ કરાઈ હતી.
જે દરમિયાન કોંગ્રેસ અને અપક્ષના કોર્પોરેટરો ઍ કેટલાક વિષયો પર ચર્ચા કરી હતી. જે દરમિયાન ભાજપ કોર્પોરેટર સમીરભાઈ કંસારાઍ ઉભા થઈ સભા સમા કરવા અધ્યક્ષ ને જણાવ્યું હતું તેઓના આદેશ બાદ અધ્યક્ષ ઊભા થઈ જતા ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
શિસ્તમાં માનનારી ભાજપ પક્ષ ના કોર્પોરેટર નું વર્તન ક્યાંક ને ક્યાંક અધ્યક્ષ ને અસમંજસ ની સ્થિતિમાં મૂકી દીધા હતા. જોકે બાદમાં વિવિધ વિષયો પર ચર્ચા થઈ હતી. જેમાં સિક્યુરિટી ઍજન્સી તેમજ સફાઈ ઍજન્સી ને કરવામાં આવેલ ચૂકવણા અંગે વિરોધ પક્ષના નેતા મનોજભાઈઍ સવાલો ઉભા કર્યા હતા જેની સામે પ્રમુખ સ્થાનેથી બંને ઍજન્સીઓની સેવા સમા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું સાથે જ અપક્ષ કોર્પોરેટર સુનિલ પાર્વે દ્વારા આકારણી બાબતે આર્થિક રીતે સામાન્ય વર્ગના લોકોનું કામ સરળતાથી થાય તે માટે રજૂઆત કરાઈ હતી.
અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા બાદ સભા પૂર્ણ થઈ હતી. અતિ ઉત્સાહી ઍવા સમીરભાઈ કંસારાને આરોગ્ય સમિતિ આપવામાં આવી છે ઉમરગામ ટાઉન વિસ્તારમાં નગરપાલિકાના લોકો માટે આરોગ્ય સુવિધાનો અભાવ છે નગરજનો સમીરભાઈ કંસારા સમક્ષ આસાની મીટ માંડી બેઠા છે પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર ઍક અને બે માં ડોક્ટર તથા ક્લિનિક નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તે દિશામાં સમીરભાઈ કંસારા પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે.
