Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

વલસાડમાં આભ ફાટ્યું : ૨ કલાકમાં જ ૬ ઇંચ વરસાદ

વલસાડમાં આભ ફાટ્યું : ૨ કલાકમાં જ ૬ ઇંચ  વરસાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૩ ઃ મેઘરાજાઍ વલસાડ શહેરમાં ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર બે જ કલાકમાં અનરાધાર છ ઇંચ જેટલો વરસાદ પડતા   વલસાડના નીચાણવાળા વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. ધોધમાર વરસાદને પગલે ઠેર-ઠેર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે સોસાયટીના રહીશો, વાહનચાલકો અને શાળાઍથી ઘરે પરત ફરી રહેલા માસૂમ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.આ અતિભારે વરસાદના કારણે વલસાડના ધોબી તળાવ, અબ્રામા, પાળ ફળિયા તેમજ નીચણ વાળા   વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ઘૂંટણસમા અને કેટલાક સ્થળોઍ કમર સુધીના પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં અને વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘરવખરી અને દુકાનોમાં રાખેલો કિંમતી સામાન પલળી જતાં મોટા પાયે નુકસાન થયું છે, જેને પગલે સ્થાનિક પરિવારો અને વેપારીઓ ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.?ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી અને લાઈનોની સફાઈના દાવા કરતી વલસાડ નગરપાલિકાની પોલ આ માત્ર બે કલાકના વરસાદે જ ખોલી નાખી છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. રહીશોનું કહેવું છે કે જો માત્ર બે કલાકના વરસાદમાં આખું શહેર બેટમાં ફેરવાઈ જતું હોય, તો આગામી દિવસોમાં જો સતત વરસાદ રહેશે તો સ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનો નગરપાલિકામાં વર્ષે દહાડે લાખો રૂપિયાનો ટેક્સ ભરવા તેમ છતાં પ્રી-મોન્સૂન કામગીરીના કારણે આજે જનતાને તકલીફો  ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર વહેલી તકે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્ના છે.વહેલી સવારથી ભારે વરસાદના પગલે વલસાડના મોગરાવાડી અને ચીકવાડ રેલવે ગરનાળા માં પાણીનો ભરાવો થતા ખેરગામ રોડ તેમજ અબ્રામા મોગરાવાડી રોડ પરની અવરજવર બંધ થઈ ગઈ હતી ખેરગામ તરફથી કે વલસાડ તરફથી જતા આવતા વાહનો હાઇવે થઈ જવાની ફરજ પડી હતી. આ વરસાદના પગલે નગરપાલિકાને પ્રીમોનસૂન કામગીરીમાં ગટરોની સફાઈ નહિ તેતા વરસાદી પાણીમાં ગટારીયા પાણી તેમજ અસહ્ના ગંદો કચરો પ્લાસ્ટિક તણાઈ ગયો હતો અને મોગરાવાડી રેલવે ગરનાળામાં આ કચરો  અટકી જતા નગરપાલિકાના કર્મચારીઓઍ પાણી ઓસર્યા બાદ સાફ સફાઈ કામગીરી કરી હતી.

વલસાડના કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા

વલસાડ શહેરના ઍમ.જી.રોડ  ખત્રીવાડ, છીપવાડ દાણા બજાર હનુમાનજી મંદિર, તરીયાવાડ, બંદર રોડ, ઘડુચી તળાવ રોડ, વલસાડ પારડી નાનકવાડા ટીવી રીલે કેન્દ્ર, મહાદેવ નગર, હાલર ચાર રસ્તા તિથલ રોડ દેવ ઍવન્યુ સોસાયટી શાંતિવન સોસાયટી, કોસંબા વિનાયક નગર, અબ્રામા મણિબાગ સોસાયટી, ધરમપુર વલસાડ ઍસટી વર્કશોપ ની સામે નો મુખ્ય રસ્તા પર, અબ્રામા   સરસ્વતી સ્કૂલની સામેનો મુખ્ય રસ્તો, ધોબી તળાવ, ડિસ્ટન્સ રોડ કસ્તુરબા હોસ્પિટલ શહીદ ચોક સહિત શહેરના તમામ વિસ્તારોનાકાર બની ગયા હતા. પાલિકાઍ િ-મોન્સૂન કામગીરી માં વેઠ ઉતારતા અનેક સોસાયટી ના રસ્તા તેમજ ઘર મકાન માં  પાણીનો ભરાવો થતા સામાનની  નુકસાની થઈ હતી.

વલસાડમાં ઍનડીઆરઍફ તૈનાત

 વલસાડ જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી વરસાદ પડી રહ્ના છે ત્યારે  વલસાડ જિલ્લા વહીવટી તંત્ર ઍલર્ટ છે. ચોમાસામાં દર વર્ષે વલસાડમાં ઍનડીઆરઍફની ઍક ટીમ તૈનાત રાખવામાં આવે છે હઆ વર્ષે પણ આ ટીમ તૈનાત કરાઈ છે જેણે વલસાડ પહોંચી વલસાડ જિલ્લા તંત્ર સાથે ઍક બેઠક કરી હતી અને બેઠકમાં વલસાડ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોની માહિતી લીધી મેળવી હતી. ત્યારબાદ ઍનડીઆરઍફની ટીમ વલસાડના નીચાણવાળા વિસ્તારોમાંની મુલાકાત પણ લીઘી હતી.

ધોબીતળાવ અને ભાગડાવડામાં જળબંબાકાર

વલસાડમાં આજે વહેલી સવારે પડેલા વરસાદ બાદ વોર્ડ નંબર-૭માં આવેલા ધોબીતળાવ વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. ભારે વરસાદને પગલે આશરે ૩૦૦થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના  ધોબીતળાવ વિસ્તારમાં અનેક સ્થળોઍ કમર સુધી પાણી ભરાઈ જતાં ઘરોમાં રાખેલી ઘરવખરી, અનાજ, ઇલેક્ટ્રિક સાધનો સહિતનો સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અનેક પરિવારોને ઘર છોડવાની પણ નોબત આવી હતી. સ્થાનિક રહીશોઍ  નગરપાલિકા સામે ભારે રોષ વ્યક્ત કરતાં તાત્કાલિક વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો ધોબીતળાવ વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે ઍવી ચીમકી ઉચ્ચારી રહ્ના છે.  ઍ રીતે   વલસાડ નજીક ના ભાગડાવડા  ગામમાં ભારે વરસાદ બાદ ચારે તરફ વરસાદી પાણી ફરી વળતાં સમગ્ર ગામ બેટ માં ફેરવાઈ ગયું હતું. અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે અને  ગ્રીન પાર્ક, જીન્નતનગર, સદરનગર તેમજ આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જોકે ભાગડાવડામાં થયેલા આડેધડ પુરાણ અને ગેરકાયદેસર બાંધકામના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો બંધ થઈ ગયા હોવાનું ચર્ચાયુ હતું.