Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો

રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી,  તા.૩ ઃ રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના વર્ષ ૨૦૨૬-૨૭ માટે ના ગવર્નર પદે રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશ આર. શાહનો પદગ્રહણ સમારોહ તા. ૧જુલાઈ ના રોજ વાપી સ્થિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થયો.
આ પદગ્રહણ સમારોહના મુખ્ય અતિથી તરીકે ભૂતપૂર્વ રોટરી ઈન્ટરનેશનલ પ્રમુખ કલ્યાણ બેનર્જી ઉપસ્થિત હતા તેમજ નિલેશ આર. શાહ ને ડીસ્ટ્રીક્ટ ગવર્નર પદ ની શપથ  ભૂતપૂર્વ રોટરી ઈન્ટરનેશનલ ડિરેક્ટર અને ટ્રસ્ટી ચેર ભરત પંડ્યા (મુંબઈ) ઍ લેવડાવી હતી. આ જ સમારોહ માં રોટરી ક્લબ ઓફ વાપી રિવરસાઇડ ના ૨૩માં પ્રમુખ તરીકે અર્પણ વી. ટાચક અને તેમના મંત્રીમંડળ ને ભૂતપૂર્વ રોટરી ઈન્ટરનેશનલ ના ભૂતપૂર્વ ડિરેક્ટર રાજુ સુબ્રમણ્યન (મુંબઈ)ઍ શપથ લેવડાવી હતી.
આ કાર્યક્રમ માં રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ના ભૂતપૂર્વ ગવર્નર, ડૉ.નિલાક્ષ મુફતી (વલસાડ), ડૉ. સુરેન્દ્ર પરમાર (સરીગામ), આશિષ રોય (વાપી), દેવાંગ ઠાકોર (ભરૂચ), આશિષ અજમેરા (ધુલીયા), રૂચિર જાની (વાપી), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), નિહિર દવે (આણંદ), પિંકી પટેલ (વડોદરા), તુષાર શાહ (સુરત) અને તત્કાલીન ભૂતપૂર્વ ગવર્નર અમરદીપ બુનેત (ભરૂચ) ઉપરાંત ગવર્નર ઈલેક્ટ આશિષ પટવારી (ધુલીયા) અને ગવર્નર નોમીની વિપુલ પટેલ (વાપી) સહિત મોટી સંખ્યા માં ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ ની વિવિધ રોટરી ક્લબ ના પદાધિકારીઓ ઍ હાજરી આપી હતી. આ સિવાય વાપી મહાનગરપાલિકા ,વી.આઈ.ઍ.,ઍસ.આઈ.ઍ.અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓ અને અન્ય સામાજીક સંસ્થાઓ ના પ્રતિનિધિ ઓ ઍ ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી.