Damanganga Times.

Damanganga Times.

July 04, 2026

વાપીમાં ૯ મા ઞ્લ્વ્ દિવસની ઉજવણી સાથે ઉદ્યોગો-વેપારીઓ સાથે સંવાદ યોજાયો

વાપીમાં ૯ મા ઞ્લ્વ્ દિવસની ઉજવણી સાથે ઉદ્યોગો-વેપારીઓ સાથે સંવાદ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૩ ઃ વાપીના ઞ્લ્વ્ ભવન ખાતે ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ ઞ્લ્વ્ કમિશ્નરેટ, દમણ (દાદરા-નગર હવેલી અને દમણ-દીવ) દ્વારા ૯મા ઞ્લ્વ્ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની અધ્યક્ષતા ઞ્લ્વ્ કમિશ્નર ડૉ. સતીશ કુમારે કરી હતી. આ પ્રસંગે સંયુક્ત કમિશ્નર કૃતિ નિગમ, સહાયક કમિશ્નરો, અન્ય અધિકારીઓ તેમજ વિવિધ ઉદ્યોગ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ, પરોક્ષ કર સલાહકારો અને ઞ્લ્વ્ પ્રેક્ટિશનર્સ ઉપસ્થિત રહ્ના હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઞ્લ્વ્ના છેલ્લા નવ વર્ષના સફર, તેની સિદ્ધિઓ અને વન નેશન, વન ટેક્સની સંકલ્પનાને રજૂ કરતી વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન તથા સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરર્સ ઍસોસિઍશન ના પ્રમુખ અતુલ શાહ, સિલવાસા ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ સંજીવ કપૂર, જ્ત્ખ્ના આયોજન સચિવ પરેશ ગજ્જર અને દમણ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ પવન અગ્રવાલ સહિતના ઉદ્યોગ અગ્રણીઓઍ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ડૉ. સતીશ કુમારે ઞ્લ્વ્ને દેશના સૌથી મોટા કર સુધારાઓમાંનું ઍક ગણાવી કરદાતાઓને સરળ અને પારદર્શક સેવાઓ આપવા વિભાગની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કૃતિ નિગમે પણ વેપાર અને ઉદ્યોગ જગતના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ઔપચારિક કાર્યક્રમ બાદ ઇન્ડસ્ટ્રિયલ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારો, વેપારી સંગઠનો, ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ અને ઞ્લ્વ્ પ્રેક્ટિશનર્સે ઞ્લ્વ્ અમલીકરણ દરમિયાન આવતી સમસ્યાઓ, અનુભવ અને સૂચનો રજૂ કર્યા હતા. અધિકારીઓઍ વિવિધ પ્રોના જવાબ આપી માર્ગદર્શન પણ આપ્યું હતું.