Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

ખેરગામ-પાટી પાકો રસ્તો પુર્ણતાને આરે

ખેરગામ-પાટી પાકો રસ્તો પુર્ણતાને આરે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા.૦૨ ઃ ખેરગામ વડપાડા પાણીનો હયાત પાકો ડામર રોડ ખૂબ જ સારો વપરાશી હતો છતાં તેને માર્ગ મકાન વિભાગે ઍક બાજુના અડધાભાગને ખોદીને સીસી કરવાના બદલે આખે આખો સંપૂર્ણ પહોળો રસ્તો, દોઢ બે ફૂટ ખોદી નાખી  ૧૦.૮૦ કિમી ની ગ્રામીણ વસ્તીને વર્ષથી હેરાન પરેશાન કરી નાખી હતી. તા.૩૦/૮ સુધીમાં કામ સંપન્ન કરવાનું હોય દશેરા ટેકરી ખાતે નો -ારંભનો રસ્તો ઍક બે દિવસમાં બની જતા ૧૮.૮૯ કરોડની માતબર રકમનો સીસી રોડનું કામ પૂર્ણ થશે.
 નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા આ માર્ગના વિદ્યાર્થીઓને ખૂબ જ ત્રાસ વેઠવો પડી રહ્ના છે, ઍસટી બસ છકડા કે અન્ય વાહનો મળતા નથી. જેથી વાલીઓઍ ખેરગામ દશેરા ટેકરી સુધી મૂકવા અને લેવા માટે રોજ કસરત કરવી પડે છે. હવે ચોમાસાની કામગીરી શરૂ થતા તેઓની મુશ્કેલી વધી ગઈ છે, પણ ખેરગામ દશેરા ટેકરી જોડાણ સુધી આજકાલમાં સીસી કામ પૂર્ણ થઈ જશે પરંતુ સીસી રોડની ઊંચાઈ ઍકાદ ફૂટ થી વધુ હોય આજુબાજુના ઘરો, શેરી ફળિયામાં જવા માટે ભારે મુશ્કેલી છે. રેફરલ હોસ્પિટલની ગલીમાં પણ તાત્કાલિક કામ ચલાઉ પુરાણ કરીને વાહનો સરળતાથી અવર-જવર કરી શકે તેવું દરેક જગ્યા જોડાણે કરવું જરૂરી છે.
 દસેક દિવસમાં ખેરગામથી ગૌરી જામનપાડા પાટી સુધીની પ્રજાને  બસ સેવા નવા સીસી રસ્તે જલ્દી શરુ થાય તો રાહત થશે. તે માટે તંત્ર સક્રિય થાય  અધૂરા કામ જલ્દી પૂરા થાય તે જરૂરી છે. જેથી ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ના થાય, અવર-જવર સરળ થાય.