Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

ડાંગના બિલબારીમાં સાપ કરડવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ડાંગના બિલબારીમાં સાપ કરડવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો


આહવા, તા. ૨ ઃ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગારખડી હેઠળના બિલબારી ગામ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન સાપ કરડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સાપ કરડવા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન સ્થાનિક શ્રમિકો અને ગ્રામજનોને સુરક્ષા માટે ૨૦૦ જોડી ગમબૂટનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડૉ. ડી. સી. પટેલે ગ્રામજનોને સાપ કરડવાના કિસ્સામાં ગભરાયા વિના તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા, અંધશ્રદ્ધાથી દૂર રહેવા તેમજ પ્રાથમિક સારવાર અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ચોમાસા દરમિયાન ખેતરો, જંગલ વિસ્તારો અને ભેજવાળા સ્થળોઍ કામ કરતી વખતે જરૂરી સાવચેતી રાખવા અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે યશ સ્પેશિયાલિટીઝ કેમિકલ્સના સહયોગથી ગામના ૨૦૦ જરૂરિયાતમંદ લોકોને સુરક્ષા માટે મજબૂત ગમબૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ જેવા જંગલ અને પથરાળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સાપ કરડવાનું જોખમ વધુ રહેતું હોવાથી આ પહેલ ગ્રામજનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.કાર્યક્રમને સફળ બનાવવા બદલ ડૉ. ડી. સી. પટેલ તથા યશ સ્પેશિયાલિટીઝ કેમિકલ્સના સહયોગની સ્થાનિક ગ્રામજનો અને પીઍચસી ગરખડીના સ્ટાફે પ્રશંસા કરી હતી. તેમજ તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુરક્ષા અંગે જાગૃતિ વધશે, અંધશ્રદ્ધામાં ઘટાડો થશે અને સાપ કરડવાના બનાવોમાં સમયસર સારવાર મળવાથી જાનહાનિ અટકાવવામાં મદદ મળશે.