વાપી લાયન્સ ક્લબ દ્વારા સીઍ ડે અને ડૉક્ટર્સ ડેની ઉજવણી
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ લાયન્સ ક્લબ ઓફ વાપી સેન્ટ્રલે ક્લબના પ્રમુખ લાયન ગણેશ દેસાઈના નેતૃત્વ હેઠળ સીઍ ડે અને ડૉક્ટર્સ ડેની ઉજવણી કરી હતી. આ અવસરે સમાજ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન બદલ ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ અને ડૉક્ટર્સનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સીઍ સુમિત દોશી, સીઍ હર્ષ દોશી, સીઍ દીપ ઠક્કર અને સીઍ અજિત કંસાગરાનું સન્માન કરવામાં આવ્યું હતું.તે ઉપરાંત ડૉ. પ્રિયંક મોદી , ડૉ. ચિંતન પટેલ, ડૉ. ઈલેશ શાહ ડૉ. અશોક શાહ, ડૉ. ધવલ કોટડિયા, ડૉ. મનીષ સચદેવ અને ડૉ. શોભા ઍન્ડીનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ્સ દેશના આર્થિક વિકાસમાં તથા ડૉક્ટર્સ સમાજના આરોગ્ય અને માનવસેવામાં આપતા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરવામાં આવી. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન તરીકે લાયન સીઍ સુમિત દોશીઍ જવાબદારી નિભાવી હતી. ક્લબના સચિવ લાયન નિવાસુલુ મિટ્ટાઍ આભારવિધિ વ્યક્ત કરી હતી તથા લાયન રાજેશ પંચાલ, લાયન ધર્મેન્દ્ર કાપડિયા, લાયન નવીનભાઈ, લાયન પ્રિયંક મોદી સહિત તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
