વલસાડ જિલ્લાના આંતરિયાળ ગામડાઅો માટે મોબાઈલ હેલ્થ યુનિટને લીલીઝંડી અપાઈ
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર, કપરાડા, પારડી અને વાપી તાલુકાના સાંકડા રસ્તા, અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર કે જ્યાં ૧૦૮ ઍમ્બ્યુલન્સ ન પહોંચી શકે ત્યાં રાજ્ય સરકારની આરોગ્ય સેવા પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાર મોબાઈલ હેલ્થ યુનિટ (દ્વિ ચક્રિય મોપેડ) ઍમ્બ્યુલન્સ સેવાને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ સહિતના મહાનુભાવોઍ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઍ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઍચ.પી.સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. આ યુનિટ દ્વારા છેવાડાના નાગરિકોને તપાસ, નિદાન અને દવાઓ ઘરે બેઠા મળશે. ટુ-વ્હીલર પ્ણ્શ્ (મોબાઈલ હેલ્થ યુનિટ) પગદંડી વિસ્તાર સુધી પણ પહોંચશે.
