Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

વાપીની સમર્પણ સ્કુલમાં ડોકટર્સ ડે ઉજવાયો

વાપીની સમર્પણ સ્કુલમાં ડોકટર્સ ડે ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપી સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલમાં લાયન્સ કલબ ઓફ વાપી તરંગીની અને સમર્પણ જ્ઞાન સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી સાલબી હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દ્વારા વિશેષ હેલ્થ ટોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળરોગ નિષ્ણાત ડૉ. નેહલ રાણા દ્વારા ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત સ્વચ્છતા, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ, રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો તેમજ ઋતુજન્ય રોગોથી બચવા અંગે સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લઈ પોતાની જિજ્ઞાસાનું સમાધાન મેળવ્યું હતું. ત્યારબાદ સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. ધારા ગુજ્જર દ્વારા ધોરણ ૬થી ૧૨ની વિદ્યાર્થિનીઓ માટે રેડ રેવોલ્યુશન વિષય પર વિશેષ જાગૃતિ સત્ર યોજાયું. સમાજમાં રહેલી ગેરમાન્યતાઓને દૂર કરવાની જરૂરિયાત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થિનીઓઍ નિઃસંકોચ પ્રશ્નો પૂછી પોતાની શંકાઓનું સમાધાન મેળવ્યું હતું. આ પ્રસંગે સાલબી હોસ્પિટલના ડૉક્ટરોની ટીમનું શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.