વલસાડમાં આત્મા ગર્વનિંગ બોર્ડની બેઠક મળી
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતની અધ્યક્ષતામાં આત્મા ગર્વનિંગ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં આત્મા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન કરવાની થતી કામગીરી અને તેના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી તેમજ જિલ્લામાં આગામી સમયમાં પ્રાકૃતિક ખેતીની વેચાણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે દિશામાં કામગીરી કરવાની સૂચના આપી હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિવત થાય તે માટે પ્રાકૃતિક ખેતીની માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રચાર પ્રસાર કરવા માટે ભાર મુક્યો હતો.
