વાપી નહેરુસ્ટ્રીટ પર ભર ચોમાસામાં પ્રિમોન્સુનની કામગીરીથી લોકો ત્રાહીમામ
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપીના નેહરુ સ્ટ્રીટ પર ભર ચોમાસામાં વીજ વિભાગની ટીમ દ્વારા પ્રમોશનની કામગીરી શરૂ કરી છે જેને લઇ આજે વહેલી સવારથી જ વીજ પ્રવાહ બંધ થતા લોકો પરેશાન બન્યા છે
વાપી ટાઉનના નેહરુ સ્ટ્રીટ માં આજે વાપી વીજ વિભાગની ટીમ દ્વારા અચાનક વીજ પ્રવાહ આ વિસ્તારમાં બંધ કરી રસ્તાની બાજુમાં આવેલા કેટલાક વૃક્ષો નું કટીંગ શરૂ કરી દીધું છે જેને લઇ જ પ્રવાહ બંધ રહેતા આ વિસ્તારમાં આવેલ દુકાનદારો તેમજ સ્થાનિક રહેવાસીઓ પરેશાન બન્યા છે સાથે વીજ વિભાગ દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અગાઉ કરી હોવાનું જણાવાઈ રહ્નાં છે તો આ વિસ્તારમાં લગભગ ત્રણથી ચાર વાર શટ ડાઉન લેવામાં આવ્યું હતું તો શું તેઓ સમયે પ્રોમોન્સમ ની કામગીરી કરવામાં આવી છે કે કેમ તે અંગે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્ના છે આ અંગે વીજ વિભાગના મુખ્ય નાયબ કાર્યપાલક ઇજનેર તેમજ જુનિયર ઈજનેર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે અને આ વિસ્તારમાં રોજે રોજ વીજ પ્રવાહ બંધ થતો રહે છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા ની માંગ કરાઈ રહી છે.
