નેપાળમાં સાઉથ ઍશિયન રોકબોલમાં વલસાડનો આરવ પટેલ ઝળક્યો
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ રમતગમત ક્ષેત્રે વલસાડ અને ગુજરાત નું નામ વૈશ્વિક સ્તરે રોશન કરવા માટે વધુ ઍક સોનેરી પીંછું ઉમેરાયું છે.
નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ ઍશિયન રોકબોલ ચેમ્પિયનશિપ માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વલસાડ જિલ્લાના અને પ્રતિભાવંત ખેલાડી આરવ અતીત પટેલની સત્તાવાર પસંદગી કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશિપ માં ભારત, નેપાળ, શ્રીલંકા, બાંગલાદેશ, પાકિસ્તાન, માલદીવ, ભૂતાન અને અફઘાનિસ્તાન ઍમ આઠ દેશો ભાગ લીધો હતો.
તાજેતરમાં યોજાયેલી પ્રતિષ્ઠિત સાઉથ ઍશિયન રોકબોલ ચેમ્પિયનશિપમાં વલસાડના ઉભરતા ખેલાડીઍ પોતાની અદભુત રમત અને સખત પરિશ્રમના જોરે ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીતીને ઈતિહાસ રચી દીધો છે.
તેની સફળતાથી વલસાડ જિલ્લાના અન્ય ઉભરતા રમતવીરોને પણ નવી પ્રેરણા મળશે.આરવ અતીત પટેલ હાલ માં સ્વર્ણિમ ગુજરાત સપોર્ટ યુનિવર્સીટીમાં બી.ઍસ.સી ઈન સ્પોર્ટ કોચિંગ નો અભિયાસ કરી રહ્ના છે અને ઍ વોલીબોલ અને ક્રિકેટ નો પણ સારો ખેલાડી છે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ રમતગમત પ્રેમીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓઍ આરવ અતીત પટેલને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
મેડલ જીતીને વતન ફરી રહેલા આરવનું ભવ્ય સ્વાગત કરવા ઍનો પરિવાર અને મિત્રો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્ના છે.
