Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

અમલસાડમાં પરિણીતાઍ જીવન ટુંકાવ્યું

અમલસાડમાં પરિણીતાઍ જીવન ટુંકાવ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૨ ઃ  અમલસાડ માં જાણીતી બેકરી પરીવાર ની પુત્રવધુ ઍ લગ્નનાં ઍક વર્ષ જેટલા સમયગાળામાં બુધવાર સાંજે પોતાના સાસરે પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી હતી. પિયરપક્ષ ઍ મૃતદેહ નો કબ્જો લેતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતાં. વલસાડ, ધરમપુર નાં તીસ્કરી તલાટ ગામના દોણી ફળીયા માં રહેતી નિમિશા પટેલ (કુકણા) નાં લગ્ન અમલસાડ પ્રમુખ સ્વામી સોસાયટી માં રહેતા સંદીપ રમેશભાઈ પટેલ (કુકણા) સાથે ઍકાદ વર્ષ અગાઉ થયા હતા. દરમ્યાન બુધવાર સાંજે નિમિશા ઍ કોઈક અગમ્ય કારણસર સાસરીનાં ઘરે પહેલા માળે સિલિંગ પંખા સાથે ઓઢણી બાંધી જીવન ટૂંકાવી દીધું હતું. તે દરમ્યાન પતિ સંદીપ પટેલ ઍ બેકરી ઉપરથી ફોન કર્યા હતા. જે ન ઉપાડતા સંદીપ ત્વરિત ઘરે પહોંચ્યો હતો અને ઉપરના માળે તપાસ કરતા પત્ની પંખે લટકતી જોવા મળી હતી. જેને ઉતારી નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરી હતી. સમગ્ર મામલે મૃતકનાં ભાઈ ઍ ગણદેવી પોલીસને જાણ કરતા ગણદેવી પીઍસઆઇ કે આર નાયકા ઍ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પિયરપક્ષ ઍ મૃતદેહ નો કબ્જો લીધો હતો. જેને કારણે અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. પોલીસ તપાસ બાદ જ સત્ય સામે આવશે ઍવી ચર્ચા જાગી હતી.