Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

રાનવેરી કલ્લામાં માસાઍ સગીર ભત્રીજીને ગર્ભવતી બનાવતાં ફરિયાદ

રાનવેરી કલ્લામાં માસાઍ સગીર ભત્રીજીને  ગર્ભવતી બનાવતાં ફરિયાદ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૨ ઃ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામે સંબંધી માસાઍ સગીર યુવતી ને છ મહિના અગાઉ અવારનવાર શારીરિક સંબંધ બાંધતા સગીર યુવતીને ગર્ભ રહી જતા જેની જાણ તેની માતાને થતા તેમજ દવાખાનામાં જઈ ચેક કરાતા છ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવતા યુવતી ની માતાઍ સંબંધી માસા વિરુદ્ધ ચીખલી પોલીસમાં ફરિયાદ કરતા ચીખલી પોલીસે પોકસો ઍકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે રહેતા ઍક આદિવાસી પરિવારની સગીર દીકરી સાથે સંબંધી માસા મુકેશ ભગુ નાયકા પટેલ રહે ગણદેવા ઝાડી ફળીયા તા. ગણદેવી જેણે તારીખ ૨૦- ૨૧. ૧૨. ૨૫  થી ત્યાર પછી ત્રણ ત્રણ દિવસ પછી ત્રણેક વાર આ સગીર યુવતીના ઘરે આવી માતા-પિતા મજૂરી કામે ગયેલા હોય જે ઍકલતાનો લાભ લઇ ઘરના દરવાજા બંધ કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ વાતની જાણ તારા મમ્મી પપ્પાને કરશે.
તો તારા પરિવારને મારી નાંખા ઍવી ધમકી આપવામાં આવતા આ સંગીર યુવતી ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેના માતા પિતાને આ વાતની જાણ કરી ન હતી પરંતુ સગીર યુવતી તેના બહેનના ઘરે રહેવા જતા અને ત્યાંથી પરીક્ષા આપવા જતા પરીક્ષા પૂર્ણ થયા બાદ બેને જણાવેલ કે તારું પેટ કેમ મોટું છે ઍમ વારંવાર પૂછતા જેણે સંબંધી માસાઍ મારી સાથે સંબંધ બાંધ્યા હતા ત્યારબાદ સગીર યુવતીને દવાખાનામાં લઈ જઈ ચેક કરાતા સગીર યુવતીના કુખે છ મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું.
જોકે સમાજના ડરથી આ પરિવારે જે તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું પણ તાળી દીધું હતું પરંતુ પરિવારના સભ્યોને આ વાતની જાણ થતા સગીર યુવતીની માતાને સમજાવતા સંબંધી માસા મુકેશ ભગુ નાયકા પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા ચીખલી પોલીસે પોક્સો ઍકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીઆઈ પીબી પટેલિયા કરી રહ્ના છે.