Damanganga Times.

Damanganga Times.

July 03, 2026

વાપી બજારમાં ડિવાઈડર હટાવાતાં જ વાહનચાલકોને મોકળું મેદાન!

વાપી બજારમાં ડિવાઈડર હટાવાતાં જ વાહનચાલકોને મોકળું મેદાન!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપી મુખ્ય બજારમાં રસ્તો બનાવ્યો પરંતુ અગાઉ જે ડીવાઈડર હતા તે તોડીને હટાવી દેવામાં આવતા રાત્રિ દરમિયાન આ માર્ગ ઉપરથી બેફામ બાઈક અને વાહનો દોડતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં સ્થાનિક લોકો તેમજ દુકાનદારોને ભરતી મુશ્કેલીઓ દૂર કરવા માટે દોઢ ફૂટ જેટલો રસ્તો ખોદી ફીલિંગ કરી ફરીથી બનાવવામાં આવ્યો સાથે રસ્તાની બંને બાજુ ફૂટપાટ અને ડ્રેનેજ લાઈન તેમજ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પરંતુ આ રસ્તાની વચ્ચે બનાવવામાં આવેલ વર્ષો જૂની ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટ ના પોલ નહીં લગાવતા તેમજ આ રસ્તા ઉપર રોજ રાત્રે દરમિયાન કેટલાક કાર અને બાઈક ચાલકો ફુલ સ્પીડમાં ચલાવી રસ્તે ચાલતા રાહદારી તેમજ અન્ય વાહન ચાલકને અટફેટમાં લઈ મુશ્કેલીમાં મૂકી રહ્ના છે જેને લઇ અહીં થી પસાર થતાં વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ડિવાઇડર અને સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવે તેવી માંગ કરાવી રહી છે.
જોકે ગઈકાલે મોડી  રાત્રે ભીલાડ નજીકના ઍક ગામમાં રહેતા યુવાન તેની બાઈક લઈને વાપી ઝંડા ચોક થી નવા રેલવે અન્ડરવેર તરફ જઈ રહ્ના હતો તે દરમિયાન પાછળથી આવેલા ત્રણથી ચાર જેટલા ફુલ સ્પીડમાં બાઈક ચાલકોઍ તેને અટકેટમાં લેતા તેને માથામાં તથા પગમાં ગંભીર ઈજા થવા પામી હતી જોકે તાત્કાલિક ૧૦૮ ને બોલાવી નજીકની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અહીં વાપી સરદાર ચોકથી ઝંડા ચોક સુધીનો માર્ગ બનાવ્યો ત્યારથી અહીં રોજ રાત્રે બાઈક ચાલકોનો આતંક ફેલાયેલો જોવા મળી રહ્ના છે જે અંગે તાત્કાલિક વહીવટી તંત્ર તેમજ વાપી મહાનગરપાલિકા નું તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવા ની માંગ કરાઈ રહી છે.