વાપીમાં બુધવારે ધણધણાટી બોલાવ્યા બાદ મેઘરાજા ધીમા પડ્યા
- byDamanganga Times
- 03 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૨ ઃ વાપી પંથકમાં બે દિવસ મેઘમહેર રહ્નાં બાદ ગુરુવારે દિવસ દરમિયાન વરસાદની ગતિ ઍકદમ મંદ પડી ગઈ હતી.
વાપી મહાનગર પાલિકા કંટ્રોલ રૂમ ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાપી શહેરમાં મંગળવારે ધીમીધારે શરૂ થયેલ ચોમાસુ બુધવારે સવારે જાણે ધણધણાટી બોલાવી હોય તેમ સવારે ૨ કલાકમાં ૪ ઇંચ ઝીંકાયો હતો.જે સાથે સાંજે ૬ સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૧૦ ઇંચ નોંધાઈ ચૂક્યો હતો. બુધવારે સાંજે ૬ થી ગુરુવારે સાંજે ૬ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં વધુ ૩ ઇંચ નોંધાયો હતો. જોકે ગુરુવારે દિવસ દરમિયાન માત્ર ૯ ઍમઍમ પાડતા સીઝનનો કુલ વરસાદ ૧૩ ઇંચ પર પહોંચ્યો હતો.
