Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વઘઈમાં વિદ્યાર્થીઅોઍ ગુરુ અને શુક્રની યુતી નિહાળી

વઘઈમાં વિદ્યાર્થીઅોઍ ગુરુ અને શુક્રની યુતી નિહાળી


પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગુરુકુળ ભદરપાડા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે આકાશમાં થનારી ખગોળીય ઘટના જે ગુરુ અને શુક્રની યુતી સાંજે સૂર્યાસ્ત પછી પડ્ઢિમ દિશામાં થઈ હતી. તે જોવા માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર પ્રેરિત પ્રયોગશાળા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ યુતિ નો નિરીક્ષણ કાર્યક્રમ ગુરુકુળ ભદરપાડા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ગુરુકુળ ભદરપાડાના રીટાયર્ડ આચાર્ય મા. કિશોરભાઈ પટેલ જાતે હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આકાશમાં આવી ખગોળીય ઘટના વારંવાર સર્જાતી હોય છે, જે જોવા માટે પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર રતિલાલ સૂર્યવંશી દ્વારા નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન ડાંગ જિલ્લામાં કરવામાં આવે છે. જેમાં ડાંગ જિલ્લાની ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓને લાભ મળે છે.

ઉપરોક્ત કાર્યક્રમમાં ત્રણસો ઉપરાંત વિદ્યાર્થી ભાઈ બહેનો હવે બહેનોઍ નિરીક્ષણનો લાભ લીધો.  કાર્યક્રમમાં કોર્ડીનેટર દ્વારા ગુરુ અને શુક્રની યુતી બતાવી સાથે સાથે ગુરુના ચંદ્ર પણ ઍક સક્ષમ ટેલિસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓને બતાવ્યા, ત્યાર પછી ધ્રુવ તારાની ઓળખ કરી ધ્રુવ તારા જોવાની રીત બતાવી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે ધ્રુવ તારો ઍટલે શું? ઍને કેમ ધ્રુવ તારો કહેવામાં આવે છે? તેની સ્પષ્ટતા કરી સાથે સાથે સર્ષિ તારા સમૂહ બતાવી, હિન્દુ ધર્મમાં સૌથી પૂજ્ય અને મહત્વનું ધાર્મિક ચિહ્ન સ્વસ્તિકની નિર્મિતી વિશે બાળકોને વિશેષ માહિતી આપી. ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન અને સંચાલન વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર રતિલાલ સૂર્યવંશી દ્વારા કરવામાં આવ્યું હતું.