Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ‘આકાશ દર્શન’ કાર્યક્રમ યોજાયો

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ‘આકાશ દર્શન’ કાર્યક્રમ યોજાયો


જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ – સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે તારીખ ૯ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૭ઃ૦૦ વાગ્યાથી ઍક વિશેષ ‘આકાશ દર્શન કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરમંડળના બે સૌથી તેજસ્વી ગ્રહો – શુક્ર અને ગુરુ – સાંજના આકાશમાં ઍકબીજાની અત્યંત નજીક દેખાયા હતા. ખગોળશાસ્ત્રમાં આ અદ્ભુત ઘટનાને ‘ગ્રહોની યુતિ’ (ર્ભ્શ્રીઁફૂર્દ્દીશ્વક્ક ઘ્ંઁસ્ત્ર્્યઁણૂદ્દજ્ઞ્ંઁ) કહેવામાં આવે છે.પૃથ્વી પરથી જોતાં આ બંને ગ્રહો કર્ક રાશિમાં સ્થિત હોવાથી તેમની વચ્ચેનું દેખીતું કોણીય અંતર માત્ર આશરે ૧ૂણૂજ્ઞ્શ્વણૂ૩૬ઁ જેટલું જ હતું, જેના કારણે તેઓ આકાશમાં નરી આંખે પણ સરળતાથી ઍક ચમકતી જોડી તરીકે દેખાતા હતા.આ યુતિ દરમિયાન શુક્ર ગ્રહ આશરે ઼-૪.૦઼ મેગ્નિટ્યુડની પ્રચંડ તેજસ્વિતા સાથે ઝળહળી રહ્ના હતો, જ્યારે ગુરુ ગ્રહની તેજસ્વિતા આશરે ઼-૧.૮઼ મેગ્નિટ્યુડ જેટલી હતી. સૂર્યાસ્ત બાદ આશરે સાંજે ૭ઃ૦૦ વાગ્યાથી ઉત્તર-પડ્ઢિમ દિશાના આકાશમાં ગુરુ અને શુક્રની આ મનોહર યુતિનું અવલોકન શરૂ કરવામાં આવ્યું હતું.આ દુર્લભ ખગોળીય ઘટનાને પ્રત્યક્ષ નિહાળવા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘સેલેસ્ટ્રોન સીપીસી ૮૦૦’ ટેલિસ્કોપ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ટેલિસ્કોપની મદદથી બંને ગ્રહો ઍક જ દૃશ્યક્ષેત્રમાં (જ્જ્ઞ્ફૂશ્રફુ ંશ્ સ્જ્ઞ્ફૂરૂ) નિહાળી શકાયા હતા, જે ખગોળવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મુલાકાતીઓઍ ટેલિસ્કોપિક નિરીક્ષણની સાથે-સાથે બંને ગ્રહો વિશેની રોચક વૈજ્ઞાનિક માહિતી અને જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, ‘વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈઍ તો, ગુરુ અને શુક્ર વાસ્તવમાં અવકાશમાં ઍકબીજાની નજીક નથી, પરંતુ પૃથ્વી પરથી જોતાં તેઓ ઍક જ દૃષ્ટિરેખામાં આવતા હોવાથી નજીક હોવાનો ભાસ થાય છે. આવી ગ્રહયુતિઓ સામાન્ય નાગરિકોમાં ખગોળશાસ્ત્ર પ્રત્યે રસ અને વૈજ્ઞાનિક જાગૃતિ વધારવાની ઉત્તમ તક પૂરી પાડે છે.’ આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે લોકોઍ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.