વાપીમાં સ્વચ્છતા અભિયાન વચ્ચે વોર્ડ નં. ૧૩ની હાલત દયનીય
- byDamanganga Times
- 12 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્નાં છે.
ચૂંટાયેલા જન-તિનિધિઓ અને તંત્ર દ્વારા સફાઈ અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્ના છે, પરંતુ બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ આ દાવાઓ પર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે.
વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૩માં આવેલા ડુંગરી ફળિયા વિસ્તારથી મિલકતનગર થઈ જીઆઈડીસીને જોડતા માર્ગની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે. માર્ગ પર ચાલતા વિકાસકાર્યો લાંબા સમયથી અધૂરા પડ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે. રસ્તાના અનેક ભાગોમાં ખાડા અને અસમતલ સપાટી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે.
આ ઉપરાંત ભૂગર્ભ ગટરના ઢાંકણો પણ યોગ્ય રીતે બેસાડવામાં આવ્યા નથી. કેટલાક સ્થળોઍ ઢાંકણ રસ્તાની સપાટીથી ઊંચા કે નીચા હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા સતત વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે.
વિસ્તારમાં ઠેરઠેર કચરા અને ગંદકીના ઢગલાં જોવા મળી રહ્ના છે. નિયમિત સફાઈ ન થતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહિશો નારાજગી વ્યક્ત કરી રહ્ના છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ગંદકીના કારણે મચ્છરજન્ય અને ચેપી રોગો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્ના છે.
સ્થાનિકોના મતે મહાનગરપાલિકા દ્વારા સફાઈ માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હોવા છતાં વોર્ડ નંબર ૧૩માં તેની અસર દેખાતી નથી. તેથી સફાઈ કામગીરી અને વિકાસકાર્યોની ગુણવત્તા અંગે અનેક સવાલો ઊભા થયા છે. રહિશોઍ તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરવા, ગટરના ઢાંકણોને સુરક્ષિત રીતે ગોઠવવા અને નિયમિત સફાઈ વ્યવસ્થા સુનિડ્ઢિત કરવા માંગણી કરી છે.
