Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

કલવાડાની નવપ્રગતિ હાઈ.માં સ્કૂલ બેગ વિતરણ કરાઈ

કલવાડાની નવપ્રગતિ હાઈ.માં સ્કૂલ બેગ વિતરણ કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ વલસાડના કલવાડા ગામની નવપ્રગતિ હાઈસ્કૂલમાં ભણતા   તમામ વિદ્યાર્થીઓને ઈશિતા પટેલ નામની બાળકીઍ પોતાના પોકેટ મનીમાંથી  બચાવેલી રકમ માંથી  સ્કૂલ બેગ વિતરણ કરવામા આવી હતી. વલસાડ તાલુકાના કલવાડા ગામે આવેલી નવ પ્રગતિ હાઈસ્કૂલ  કલવાડાના સ્થાનિક વતની અને  અગ્રણી  બ્રિજેશભાઈ પટેલ તથા તેમની સુપુત્રી ઈશીકા પટેલ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. શાળાના બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આશય સાથે આ પિતા-પુત્રીની જોડીના શુભ હસ્તે તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ  વિતરણ  કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવેલી તમામ બેગનો સંપૂર્ણ આર્થિક ખર્ચ ઈશીકા પટેલે પોતાની ‘પોકેટ મની’ માંથી કર્યો છે. આજની યુવા પેઢી જ્યાં મોજશોખ પાછળ ખર્ચ કરતી હોય છે, 

ત્યારે ઈશીકાઍ પોતાની બચતનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં મદદરૂપ થવા માટે કરીને સમાજ સામે ઍક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈશીકાના આ સરાહનીય અને પરોપકારી કાર્ય બદલ નવપ્રગતિ હાઈસ્કૂલના આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવારે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને ઈશીકાને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ શાળા પરિવારે ચિ. ઈશીકાના ઉજ્જવળ ભવિષ્ય અને તેના ઉચ્ચ અભ્યાસ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી.