Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

જોગવેલ ઘાટમાં લક્ઝરી બસ ખોટકાતા ટ્રાફિક સર્જાઈ

જોગવેલ ઘાટમાં લક્ઝરી બસ ખોટકાતા ટ્રાફિક સર્જાઈ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા.૧૧ ઃ  નેશનલ હાઈવે-૮૪૮ પર નાનાપોઢાથી નાસિક તરફ જતા જોગવેલ ઘાટ વિસ્તારમાં ઍક ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ બસ ચઢાણ દરમિયાન અચાનક ખોટકાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. બસ ઘાટના મધ્યભાગમાં અટકી જતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરો તેમજ અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રા માહિતી અનુસાર, બસમાં મુસાફરો સવાર હતા, પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. બસ બંધ પડી જતાં પાછળથી આવતા ભારે વાહનો અને ખાનગી વાહનોની અવરજવર ધીમી પડી હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોની મદદથી બસને રસ્તાની બાજુઍ ખસેડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી. જોગવેલ ઘાટ વિસ્તાર સાંકડો અને ચઢાણવાળો હોવાથી અહીં વાહનોમાં ખામી સર્જાય ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહેતી હોવાનું સ્થાનિકોઍ જણાવ્યું હતું.