શનિવારથી ઉમરગામમાં ફલાઈંગ રાણીને લીલી ઝંડી
- byDamanganga Times
- 12 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા. ૧૧ ઃ ઉમરગામ અને સંજાણ સહિત સમગ્ર પંથકના રેલવે મુસાફરો માટે મુંબઈ-સુરત વચ્ચે દોડતી પ્રતિષ્ઠિત ફલાઈંગ રાણી ઍક્સ-ેસ ને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ શરુ થશે.
આગામી ૧૩ જૂન, ૨૦૨૬ના રોજ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે આવતી ફલાઈંગ રાની ટ્રેનને ફલેગ અોફ માટે આયોજિત ઍક વિશેષ કાર્યક્રમ સાંજે ૬ કલાક યોજાશે જેમાં ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના ધારાસભ્યો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફલાઈંગ રાણી ટ્રેનને ૭.૫૮ કલાકે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતેથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે સાંસદ ધવલભાઈ પટેલના વિશેષ પ્રયત્નથી આ સ્ટોપેજ શરૂ થવાથી ઉમરગામ અને તેની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં વસતા હજારો લોકોને સુવિધા મળશે. સ્થાનિક અર્થતંત્ર અને વેપાર-રોજગારને પણ મોટો વેગ મળશે.
