Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વીઆઈઍ કારોબારીની બેઠકમાં પ્રમુખ તરીકે સતિષ પટેલ અને હોદ્દેદારોની વરણી

વીઆઈઍ કારોબારીની બેઠકમાં પ્રમુખ તરીકે સતિષ પટેલ અને હોદ્દેદારોની વરણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપી ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના બિનહરીફ ચૂંટાયેલા કારોબારી સભ્યોની પહેલી મિટીંગ ૧૧ જૂન ૨૦૨૬ના ગુરુવારે મળી હતી. જેમાં માનદ મંત્રી કલ્પેશભાઈ વોરાઍ જાણ કરી હતી કે વીઆઈઍની ઍડવાઈઝરી બોર્ડ મેમ્બરની નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઍક મિટીંગ મળી હતી. જેમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈઍ ૨૦૨૩-૨૦૨૬ના હોદ્દેદારોની પુનઃનિયુક્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ભાવનાને ઍડવાઈઝરી બોર્ડના મેમ્બર યોગેશભાઈ કાબરીયા, મિલનભાઈ દેસાઈ,ઍ.કે.શાહ તેમજ અન્ય ઍડવાઈઝરી મેમ્બર દ્વારા આવકારી ૨૦૨૬-૨૦૨૯ના ત્રણ વર્ષ માટે તેજ હોદ્દેદારોની પુનઃ નિયુક્તિ કરવા માટે સંમતિ દર્શાવી હતી. ગુરુવારે મળેલી કારોબારીમાં કલ્પેશભાઈ વોરાઍ વીઆઈઍના પ્રમુખ પદે સતિષભાઈ પટેલ, ઉપ પ્રમુખ પદે મગનભાઈ સાવલિયા, માનદ મંત્રી પદે કલ્પેશભાઈ વોરા, ખજાનચી પદે રાજુલભાઈ શાહ તથા સહમંત્રી પદે ચંદ્રેશભાઈ મારુંના નામની દરખાસ્ત મૂકી હતી જેને હાજર કારોબારીના સભ્યોઍ સર્વસંમતિથી વધાવી લઈ નવા કાર્યકાળ માટે વીઆઈઍના ૨૦૨૬થી ૨૦૨૯ના વર્ષ માટે પ્રમુખ પદે સતિષભાઈ પટેલ, ઉપ પ્રમુખ પદે મગનભાઈ સાવલિયા, માનદ મંત્રી પદે કલ્પેશભાઈ વોરા, ખજાનચી પદે રાજુલભાઈ શાહ તથા સહમંત્રી પદે ચંદ્રેશભાઈ મારુંની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી.