Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

વાપીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ


  (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપીમાં સગીરા ઉપર દુષ્કર્મ આચારનાર આરોપી રાજકુમાર ભોલાસિંઘને ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે ગુજરાત વિક્ટટીમ કોમ્પનસ્ટેશન સ્કીમ હેઠળ ચાર લાખનું વળતર ચુકવવાનો આદેશ કરાયો છે. 

પ્રા વિગતો મુજબ, પીડિતાનો પરિવાર વાપીના મોરાઈ વિસ્તારમાં રહેતો હતો. પીડિતાની માતા આરોપીને રાખડી બાંધતી હોવાથી બાળકો તેને ‘મામા’ તરીકે ઓળખતા હતા. જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન માતા-પિતા નોકરીઍ ગયા હતા ત્યારે આરોપીઍ સગીરાને લસ્સીમાં ઘેનની ગોળી પીવડાવી બેભાન કરી હતી.

આરોપીઍ બેભાન સગીરા સાથે દુષ્કર્મ આચરી તેના મોબાઈલમાં અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયો અને ફોટા વાયરલ કરવાની તેમજ ચહેરા પર ઍસિડ ફેંકવાની ધમકી આપીને આરોપી લાંબા સમય સુધી સગીરાનું શારીરિક અને માનસિક શોષણ કરતો રહ્ના હતો. પીડિતા ઉત્તરપ્રદેશમાં પોતાના નાના ના ઘરે રહેવા જતી રહી હતી, તેમ છતાં આરોપી ત્યાં સુધી પહોંચીને તેને હેરાન કરતો રહ્ના હતો. ઍપ્રિલ ૨૦૨૧માં આરોપીઍ પીડિતાના પરિવારજનો અને સગા-સંબંધીઓને અલગ-અલગ વ્હોટ્સઍપ નંબર પરથી અશ્લીલ વીડિયો અને ફોટા મોકલી દીધા હતા. ત્યારબાદ પરિવાર દ્વારા વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેના કેસમાં વાપી સ્પોર્ટ ના સ્પેશિયલ જજ ડોક્ટર ઍચ ઍન વકીલની કોર્ટમાં આરોપી વિરુદ્ધ સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવા તેમજ ઍફઍસઍલના પુરાવા રજૂ કરવામાં આવતા  કોર્ટે આરોપીને પોક્સો ઍક્ટની કલમ-૬ અને ત્ભ્ઘ્ કલમ ૩૭૬(૨)(ફ) હેઠળ ૨૦-૨૦ વર્ષની સખત કેદ, ત્ભ્ઘ્ કલમ ૫૦૬ હેઠળ ઍક વર્ષની સજા તથા આઈટી ઍક્ટની કલમ ૬૭(ગ્) હેઠળ પાંચ વર્ષની સજા ફટકારી છે. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તમામ સજાઓ આરોપીઍ ઍક સાથે ભોગવવાની રહેશે.