Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપી ગુંજન વિસ્તારમાં ૪ કલાક સુધી વીજળી ડૂલથી લોકો અકળાયા

વાપી ગુંજન વિસ્તારમાં ૪ કલાક સુધી વીજળી ડૂલથી લોકો અકળાયા


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૧ ઃ વાપીના ગુંજન વિસ્તારમાં ગુરુવારે અચાનક થયેલા લાંબા વીજ પુરવઠા વિક્ષેપના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોરના સમયે વીજળી ડૂલ થતાં સમગ્ર વિસ્તારમાં ગરમી અને બફારાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા હતા. અંદાજે ચાર કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતાં ઘરગથ્થુ કામકાજ, વેપાર-ધંધા તેમજ ઓફિસના કાર્યો પર અસર જોવા મળી હતી.ભર ઉનાળાના દિવસોમાં વીજળી બંધ રહેતાં વૃદ્ધો, બાળકો અને દર્દીઓને ખાસ કરીને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રહેવાસીઓઍ વીજ કંપનીના કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સતત વ્યસ્ત આવતાં લોકોને યોગ્ય માહિતી મળી શકી નહોતી. જેના કારણે વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તે અંગે અનિડ્ઢિતતા સર્જાઈ હતી.

સ્થાનિકોઍ જણાવ્યું હતું કે ગુંજન વિસ્તારમાં સમયાંતરે વીજ પુરવઠાની સમસ્યા સર્જાતી રહે છે અને તેને લઈને અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા મુજબ જીઆઈડીઍ સરદાર ચોક પાસે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયા બાદ વીજળી ડૂલ થઈ હતી.