Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીના ચલાથી રૂ.૩.૩૮ લાખના દારૂ સાથે ઍક ઝડપાયો

વાપીના ચલાથી રૂ.૩.૩૮ લાખના દારૂ સાથે ઍક ઝડપાયો


વાપી, તા.૧૧ ઃ સ્થાનિક ગુના શાખાઍ વાપીમાં રૂ.૩,૩૮૦૦૦ની કિંમતનો વિદેશી દારૂ અને ઍક મોપેડ જ કરી હતી. ચલા કેવડી ફળિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ઝાડીઓમાં છુપાયેલી ભારતીય બનાવટની વિદેશી વ્હિસ્કી અને બીયરની કુલ ૧,૨૨૦ બોટલ/ટીન (૨૭૭.૦૮૦ લિટર) મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે અરુણ ગજાનંદ ડોંગરે નામના ઍક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને આ દારૂ મૂકી જનારા શુભમ શિવાનંદ ગુા રહે ડાભેલ કેવડી ફળિયાં દમણને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.