નામધામાં રેકર્ડ સાથે ચેડા કરી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં મામલતદારે ફરિયાદ નોîધાવી
- byDamanganga Times
- 12 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી નજીકના નામધા ગામે આવેલ ઍક હેક્ટર ૮૯.૧૯ મીટર જમીન પચાવી પાડવા માટે ખોટા પુરાવા ઉભા કરી રેકર્ડમાં નોંધ કરાવી વેચી મારતા મૂડ માલિકને જાણ થતાં જ તેઓઍ કલેક્ટરમાં ફરિયાદ કરતા સમગ્ર પકરણ બહાર આવ્યું છે. જેને લઇ વાપીના મામલતદાર કાંતિભાઈ દ્વારા પારડી સરોધીના શાંતાબેન પટેલ અને વિજય પટેલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાય છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના નામધા ગામે આવેલ જુનો સર્વે નંબર ૧૨૮ ની જેનું ક્ષેત્રફળ ૧.૮૯.૧૯ ચોરસ મીટર જમીન શાંતાબેન છીબુભાઈ પટેલ અને વિજય છીબુભાઈ પટેલ રહે સરોધી તાલુકો પારડીનાઍ ઍકબીજાના મેળાપીપણામાં ખોટા રેવન્યુ રેકોર્ડમાં સાતબારનું બન્યું ઉપલબ્ધ ન હોય તેમ છતાં ખોટા હસ્તલિખિત સાતબાર ઉપસ્થિત કરી પાનિયુંખોટું બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાનું નામ રેવન્યુ રેકર્ડ ઉપર દાખલ કરાવી આ જમીન વિજય છીબુ પટેલને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપવામાં આવ્યું હતું. પરંતુ આ જમીનના મૂળ માલિક જુનો સર્વે નંબર ૧૨૮ અને હાલનો નવો સર્વે નંબર ૧૫૧/૧ જે સુભાષ નગીનભાઈ શાહ રાજેન્દ્ર નગીનભાઈ શાહ દેવેન્દ્ર નગીનભાઈ શાહ મધુ અશોક શાહ મનીષ અશોક શાહ કાર્તિક અશોક શાહ અને કિન્નરી અશોક શાહના નામે હતી. પરંતુ આ જમીન ના રેવન્યુ રેકોર્ડમાં ઍટલે કે સાતબારની નકલનું સરકારી ચોપડે ન હોવાનું જણાવતા પારડી તાલુકાના રોહિણા ગામના આ બંને ઍટલે કે શાંતાબેન છીબુભાઈ પટેલ અને વિજય છીબુભાઈ પટેલના ઍ ઍકબીજાના મેળાપીપણામાં ખોટા સરકારી પુરાવા ઊભા કરી પોતાના નામે કરી વેચાણ કરી લીધી હતી. તેવી જાણ આ જમીનના મૂળ માલિકના વારસદાર કુંજલ સુભાષભાઈ શાહને થતાં તેઓઍ આ અંગેની જાણ વલસાડ કલેકટરનાઓને આ જમીન અંગે અરજી કરવામાં આવી હતી અને અરજીની તપાસ જમીન તકેદારી સમિતિ વલસાડ ખાતે થતાં વલસાડ કલેક્ટરના ૧૯-૫-૨૦૨૫ના પત્રથી મામલતદાર વાપીના તા.૪-૬-૨૦૦૦ના રોજના હુકમ સામે સુવોમોટો રિવિઝન દાખલ કરવા નાયબ કલેકટર પારડીને જણાવતા નાયબ કલેકટર પારડીનાઍ તા. ૨૯-૯-૨૦૨૫ના રોજ કરેલ હુકમથી મામલતદાર વાપીનો ૪-૬-૨૦૧૮નો હુકમ રદ કરવામાં આવેલ છે અને વલસાડ જિલ્લા કલેકટરના પત્રથી તા.૧૯-૧-૨૦૨૬ની કાર્યવાહી નોંધ મુજબ વિજય પટેલ દ્વારા જુના સર્વે નંબર ૧૨૮ પૈકીના સરકારી રેકોર્ડમાં ઉપલબ્ધ ન હોય તેવા ખોટા આધાર પુરાવા રજૂ કરી આ જમીનનું કોમ્પ્યુટરરાઈઝ ખોટું ઉપસ્થિત કરાવી છેતરપિંડી કરવામાં આવ્યો હોવાનું જણાવતા વાપીના મામલતદાર કાંતિભાઈ પુનાભાઈ કાતરીયા દ્વારા વિજય શિપુ પટેલ સામે ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ કામના આરોપી શાંતાબેન પટેલ, વિજય શિબુભાઇ પટેલ બંને રહે સરોધી તાલુકા પારડી જિલ્લા વલસાડનાઓ ભેગા મળી ઍકબીજાના મેળાપડામાં પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી જમીન પચાવી પાડવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
