Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

અોરવાડ શાકભાજી માર્કેટ દુર્ઘટનામાં વધુ ઍક ઈજાગ્રસ્તનું મોત

અોરવાડ શાકભાજી માર્કેટ દુર્ઘટનામાં વધુ ઍક ઈજાગ્રસ્તનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૦૯ ઃ પારડી તાલુકાના ઓરવાડગામે શાકભાજી માર્કેટમાં ગત શુક્રવારે સ્લેબ તુટી પડતા ત્રણ વ્યક્તિઓ દબાઈ ગયા હતા. આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઇ હતી. લોકો ઍકત્રિત થઈ કાટમાળને ખસેડવાની કામગીરી કરી દબાયેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ઍક શાકભાજી લેવા આવેલ ગ્રાહક મનોજ ગૌરીશંકર કુસ્વાહ (ઉ.વ.૨૦) નું મોત નીપજ્યું હતું. જ્યારે માતાફેર શેરબહાદુર ખેરવાર (ઉ.વ.૬૧) અને અખિલેશ ગોપાલદાસ ગુા (ઉ.વ.૨૪) ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. 

ગંભીર રીતે ઘાયલ બન્ને ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં બે પૈકી માતાફેર શેરબહાદુર ખેરવાર ઉ.વ.૬૧નું મોત નિપજતા મૃત્યુ આંક બે પર પહોચ્યો છે.