Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર્સના નવા તાલીમ ભવનમાં ફાયર સેફટીનો કાર્યક્રમ યોજાયો

વલસાડ પોલીસ હેડ ક્વાર્ટર્સના નવા તાલીમ ભવનમાં  ફાયર સેફટીનો કાર્યક્રમ યોજાયો


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ પોલીસ હેડ ક્વાટર્સ  નવા તાલીમ (ટ્રેનિંગ) લઈ રહેલ લોકરક્ષકને કાયદો ભણાવવાની ટ્રેનિંગ  આપી રહેલ છે અને તેમની સાથે બીજા અન્ય નિવૃત્ત પોલીસ અધિકારી ઓને  પણ કાયદો ભણાવવાની ટ્રેનિંગ પોલીસ હેડકોટર્સના તાલીમ શાળામાં ઇન્ડોર તરીકે આપી રહેલ છે. 

જે તાલીમ લઈ રહેલનાઓ કાયદો વ્યવસ્થા સાથે અન્ય કામગીરી પણ કરવાની રહે છે તે હેતુથી જ્યારે પણ કોઈ જગ્યાઍ નાના મોટા આગના બનાવ બને ત્યારે પ્રથમ તાત્કાલિક પોલીસ વિભાગ પહોંચી જાય છે. ત્યારે પ્રાથમિક ધોરણે આગની અંદર ફસાયેલા માણસોને કેવી રીતે સહી સલામત બહાર કાઢી જાન-માલને નુકસાન થતું અટકાવવાના પ્રયત્ન કરવા પડે છે. 

અને આગને ઓલવવા માટે જ્યાં સુધી ફાયર વિભાગના બંબા ન આવે ત્યાં સુધી પ્રાથમિક કાર્યવાહી કરવાની ટ્રેનિંગ પણ જરૂરી છે.  

ધ્યાનમાં લઈ નિવૃત્ત  પોલીસ કર્મચારીઍ વલસાડના પોલીસ અધિક્ષકની જરૂરી મંજૂરી મેળવી પોલીસ હેડ ક્વાર્ટરમાં તાલીમ શાળામાં ફાયર બ્રિગેડની ટીમ બોલાવી જેમાં ભરતસિંહ રાઠોડ નિવૃત્ત ફાયર સુપ્રીટેન્ડન્ટ જે હાલમાં ઍરીયા મેનેજર દુર્ગા ફાયર ઍન્ડ સેફટી દક્ષિણ ગુજરાતના તેમના સ્ટાફના માણસોને સાથે રાખી ફાયર સેફટીનો કાર્યક્રમનો ડેમો રાખવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં વલસાડના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક વલસાડના ભાર્ગવ પંડ્યા તથા નિધિબેન હોમગાર્ડના અધિકારી તથા વલસાડ પોલીસ હેડ ક્વોટર્સ  ય્લ્ત્ ગોસ્વામી  તથા આઉટડોરની ટ્રેનિંગ આપનાર માસ્ટરો પણ હાજર રહેલ અને  નિવૃત પોલીસ કર્મચારી  કાંતિલાલ ઍમ. ઠાકોર અને સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર દ્વારા ફાયર ડેમોના કાર્યક્રમમાં હાજર રહી  જરૂરી સેવા આપી હતી.