Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

વાપીમાં પ્રથમ દિવસે ૫ ટકા રિબેટ માટે ૫૫ લાખનો વેરો ભરાયો

વાપીમાં પ્રથમ દિવસે ૫ ટકા રિબેટ માટે ૫૫ લાખનો વેરો ભરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ વાપી મહાનગરપાલિકા કચેરીઍ પ્રોપર્ટી ટ્રેક્સ રીબેટ યોજનાનો લાભ લેવા મિલકત ધારકોની લાંબી લાઈનો લાગી પ્રથમ દિવસે રૂ.૫૫ લાખથી વધુનો ટેક્સ કાઉન્ટર ઉપર તેમજ ઓનલાઈન ભરાઈ ગયો જોકે ગત વર્ષે પ્રથમ દિવસે માત્ર આઠ લાખનો ટેક્સ ભરાયો હતો. 

વાપી મહાનગરપાલિકા દ્વારા જૂન માસમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રોપર્ટી ધારકોને તેમનો ટેક્સ જો તેઓ જૂન માસમાં ભરે તો છ ટકા રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ વાપી મહાનગર પાલિકાના મિલકત ધારકો દ્વારા મુખ્ય કચેરી તેમજ ચલા ડુંગરા અને ૧૧ ગામની ગામ પંચાયત ખાતેની કચેરીમાં મિલકત ધારકો દ્વારા તેમનો ટેક્સ ભરી રિબેટ મેળવવા માટે પહોંચી રહ્ના છે જે અંતર્ગત આજે વાપી મહાનગરપાલિકાની મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર ખાતેની ઝોન કચેરીમાં મિલકત ટેક્સ ભરવા માટે ઘરાકોની લાંબી લાઈનો જોવા મળી હતી. જોકે વહેલી સવારના ૧૧ઃ૩૦ કલાક સુધીમાં કુલ ૨૫ લાખનો વેરો ભરાઈ જવા પામ્યો હતો અને મોડી રાત્રિના બાર વાગ્યા સુધીમાં પ્રથમ દિવસે ઍક કરોડ સુધી પહોંચવાની શક્યતા જોવાઈ રહી છે. 

જોકે ગત વર્ષ ૨૦૨૫ ૨૬ દરમિયાન જૂન માસમાં ૩૩૭૫૦ થી વધુ મિલકત ધારકોઍ ઍક જ માસમાં ૧૬.૬૭ કરોડ વેરો ભરીને ૬૯.૧૭ લાખનું વળતર મેળવ્યું હતું. જોકે આ વર્ષે મિલકત ધારકોની સંખ્યા પણ વધી છે અને મહાનગરપાલિકા નો વિસ્તાર વધતા આ વર્ષે જૂન માસમાં વધુમાં વધુ મિલકત ટેક્સ ભરાય તેવી આશા પાલિકાના ટેક્સ વિભાગના કર્મચારીઓ રાખી રહ્ના છે. પ્રથમ દિવસે વાપી, ચલા, ડુંગરા મળી અોનલાઈન અને અોફલાઈન કુલ રૂ.૫૫ લાખથી વધુનો વેરો લોકોઍ ભર્યો હતો.