Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

અોરવાડ શાકભાજી માર્કેટમાંથી દારૂના જથ્થા સાથે ઍક મહિલા ઝડપાઈ

અોરવાડ શાકભાજી માર્કેટમાંથી દારૂના જથ્થા સાથે ઍક મહિલા ઝડપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૧ ઃ પારડીના ઉદવાડા ઓરવાડ ખાતે આવેલ શાકભાજી માર્કેટમાંથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકના થેલા અને થેલીઓમાં દમણથી દારૂનો જથ્થો લાવી રેલ અને રોડમાર્ગે વાહનોમાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્ના છે જેવી બાતમી મળી હતી જેને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી જેમાં તપાસ કરતા ૩,૩૨,૦૭૫ નો જથ્થો હોવાનું બહાર આવ્યું છે આ દરમિયાન ઝડપાયેલી મહિલા વીણાબેન કબૂલ્યુ કે તે પદ્માબેન નાથુભાઈ પટેલ ઓલગામ નવસારી, ધર્મિષ્ઠા વિજય જોગી સુરત અને કલ્પના હરીશ પટેલ ભાઠલા બીલીમોરા સાથે મળી દમણની વિવિધ વાઈન શોપ માંથી દારૂ બિયર ખરીદી કરી પોતાના વિસ્તારમાં વેચાણ કરવા માટે લઈ જઈ રહી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.