Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

નાની કોસંબાડીમાં નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

નાની કોસંબાડીમાં નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૩૧ ઃ  ધરમપુર તાલુકાના નાની કોસંબાડીગામમાં સરપંચ પ્રકાશભાઈ શિવાભાઈ પવારની આગેવાની હેઠળ આશરે રૂ. ૧૨ લાખના ખર્ચે નિર્માણ પામેલા નવા આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રિબન કાપી અને બાળકોના શુભ પગલાં સાથે કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધરમપુર-૩ આઈસીડીઍસ વિભાગના સીડીપીઓ વિલાસવધન સી. પહિલ સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. નવા કેન્દ્રમાં ઍલઈડી ટીવી, ટેબલ-ખુરશીઓ, રમકડાં, પંખા અને શુદ્ધ પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અગાઉ જર્જરિત મકાનના કારણે બાળકોને મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે ૧૧૪ બાળકોને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ અને સંભાળ મળશે. કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. નવા કેન્દ્રના પ્રારંભથી ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.