Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

છીરીમાં બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનારને આજીવન કેદની સજા

છીરીમાં બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનારને આજીવન કેદની સજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૧ ઃ વાપીના છીરીગામે આવેલ ગાલા મસાલા વિસ્તારની ઍક ચાલીમાં રહેતા ૧૦ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી બાલાજી સંજય પટેલ ને ગંભીર ગુનામાં વાપીના ઍડિશનલ સેશન કોર્ટ દ્વારા આજીવન મરે જીવે ત્યાં સુધીની સજાનો હુકમ કરાયો છે વાપીના છીરી ગાલા મસાલા વિસ્તારમાં આવેલ ઍક ચાલીમાં રહેતા અને વિવાદાસ્પદ ઍવા બાલાજી સંજય પટેલ ઉંમર વર્ષ ૨૭ દ્વારા તેમની ચાલીમાં રહેતા ઍક દસ વર્ષના બાળકને તેમની રૂમમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું આ અંગે પીડિત બાળક દ્વારા તેના પરિવારને જાણ કરવામાં આવતા તાત્કાલિક તેઓઍ ડુંગરા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે આરોપી બાલાજી સંજય પટેલને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંગે વાપીની ઍડિશનલ સેશન કોર્ટમાં કેસ ચાલતા આ આરોપી વિરુદ્ધ સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ધારદાર રજૂઆત અને પુરાવાઓને ધ્યાને લઈ ઍડિશનલ સેશન કોર્ટના જજ દ્વારા આરોપી બાલાજી સંજય પટેલને આજીવન મરે જીવે ત્યાં સુધીની સજા ફટકારવામાં આવી છે સાથે ભોગ બનનાર બાળકને બે લાખ રૂપિયા વળતર આપવા જણાવ્યું છે