Damanganga Times.

Damanganga Times.

June 12, 2026

દેહરી તળાવમાં બાળકનું ડૂબી જતાં મોત

દેહરી તળાવમાં બાળકનું ડૂબી જતાં મોત


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૩૧ ઃ ઉમરગામ તાલુકાના દેહરી કટવાર ફળિયામાં રહેતા ત્રણ બાળકો રવિવારે સવારે ઘરેથી નીકળી દેહરીગામે આવેલ ઓણિયા તળાવના પાણીમાં ન્હાવા પડ્યા હતા. તે પૈકી ઍક બાળક ચાંદ મોહંમદ (ઉ.વ.આ.૧૧) પાણીમાં ડૂબી ગયો હતો. અને બે બાળકો બહાર આવી ગયા હતા. પરિવારજનોને તથા ફળિયાના લોકોને આ ઘટનાની જાણ થતા તેઓ તળાવ ઉપર દોડી આવ્યા હતા. અને જાણ કરાતા ફાયરના જવાનો પણ દોડી આવી પાણીમાં શોધખોળ કરી ત્રણેક કલાકની જહેમત બાદ મૃત હાલતમા બાળકની લાશને તળાવના પાણીમાંથી બહાર કાઢી હતી. આ ઘટનાને પગલે પરિવાર જનોમા દુઃખની લાગણી પસરી જવા પામી હતી.